કોરોના મહામારીમાં નિરાધાર થયેલા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની રાજયસરકારે કરી જાહેરાત

- Advertisement -
Share

ગુજરાતમાં કોરોના મહામારીએ આતંક મચાવ્યો હતો. જેમાં કોરોના મહામારીના કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં જે બાળકોના માતા-પિતા કોરોના મહામારીમાં મૃત્યુ પામ્યા છે. તેવા નિરાધાર થયેલા બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત કરી છે.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

કોરોના મહામારીએ સમગ્ર ભારતભરને ભરડામાં લીધો હતો. જેમાં ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના આતંકથી કોઇએ પોતાના દીકરા-દીકરીઓ, કોઇએ ભાઇ-બહેન અને પતિ તેમજ પત્નીનો સાથ પણ ગુમાવ્યો છે. આ કોરોના મહામારીના કારણે ઘણા બાળકો પણ નિરાધાર થયા છે. જેમાં કેટલાંક બાળકોએ માતા-પિતા એમ બંને વાલીઓની છત્રછાયા ગુમાવી છે. જ્યારે કેટલાંક બાળકોએ માતા અથવા પિતા એમ કોઇ પણ એક વાલીની છત્રછાયા ગુમાવી છે અને આવા બાળકો આકસ્મિક નિરાધાર થવાથી તે બાળકનું ભવિષ્ય અને શિક્ષણનો પ્રશ્ન ઉભો થયો હતો.

[google_ad]

 

[google_ad]

 

તેને ધ્યાનમાં લઇ રાજ્ય સરકાર દ્વારા આવા કપરા કાળમાં નિરાધાર થયેલા અને માતા-પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોની કાળજી, રક્ષણ, શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરીને રાજ્ય સરકાર દ્વારા માતા-પિતા ગુમાવ્યા હોય તેવા નિરાધાર થયેલા બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત કરી છે.

[google_ad]

ફાઈલ ફોટો

આ યોજનામાં જે બાળકોએ એક વાલી ગુમાવ્યો હોય તેવા બાળકોને પણ સહાય આપવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે. આવા એક વાલીવાળા બાળકોને માસિક રૂ. 2,000ની સહાય આપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આ સહાયની રકમ મુખ્યમંત્રી દ્વારા તા. 02/08/2021ના રોજ ઓનલાઇન ડી.બી.ટી. દ્વારા ચૂકવવાની યોજના લોન્ચ કરનાર છે.

[google_ad]

પ્રતીકાત્મક તસ્વીર

આવા એક વાલીવાળા બાળકોના બેંક એકાઉન્ટ ખાતા તાત્કાલીક ખોલવા અને બેંક એકાઉન્ટ 3 દિવસમાં ખોલવાના રહેશે. આ યોજનાની તમામ જીલ્લામાં જૂદા-જૂદા અધિકારીઓને જવાબદારી સોંપી અને 3 દિવસમાં બાળકોના ખાતા ખોલાઇ જાય તે માટે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવાશે.

[google_ad]

મુખ્યમંત્રી બાળ સેવા યોજના અરજી પત્રક Page – 01

રાજ્ય સરકારે અનાથ બાળકો માટે બાલ સેવા યોજના કરી છે. જે મુજબ માતા-પિતા બન્ને ગુમાવનારા બાળકોને દર મહિને રૂ.4 હજારની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત 18 વર્ષ પૂર્ણ કર્યાં હોય અને તેમના માતા પિતા મૃત્યુ પામ્યા હોય તો એમને પણ ધ્યાનમાં રાખીને આફ્ટર કેર યોજના અંતર્ગત તેમને 21 વર્ષની ઉંમર સુધી અને એવી જ રીતે 21 વર્ષથી 24 વર્ષ સુધી આ આફ્ટર કેર યોજનામાં પણ જે લોકો જોડાયેલા હશે એ બાળકોને 6 હજાર રૂપિયા માસિક આપવામાં આવશે.

[google_ad]

મુખ્યમંત્રી બાળ સેવા યોજના અરજી પત્રક Page – 02

આ સહાય મેળવવા માટે કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોવાના કારણ સાથેનું કોઇ હોસ્પિટલ સર્ટિફિકેટ જરુરી નથી. ડેથ સર્ટિફિકેટમાં પણ કોરોનાથી મૃત્યુ થયું હોવાનું લખાણ જરુરી નથી. કોરોનાકાળમાં અનાથ બનેલા બાળકોના માતા-પિતા મોર્બિડ-કો મોર્બિડ હોય આ તમામ કેસમા સહાય મળવા પાત્ર છે.

[google_ad]

મુખ્યમંત્રી બાળ સેવા યોજના અરજી પત્રક Page – 03

[google_ad]

મુખ્યમંત્રી બાળ સેવા યોજના અરજી પત્રક Page – 04

[google_ad]

 

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!