બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ડીસા અને વડગામમાં વિદેશી દારૂ સાથે 2 ગાડી ઝડપી પાડી : 2 શખ્સોની અટકાયત કરાઇ

- Advertisement -
Share

ડીસામાં કુલ રૂ. 3,90,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો : વડગામમાં કુલ રૂ. 6,73,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શુક્રવારે બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે વિદેશી દારૂની 159 બોટલો સાથે 2 શખ્સોને ઝડપી પાડયા છે.

જે દારૂની કિંમત રૂ. 84,330 એમ કુલ રૂ. 3,90,330 થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા એલ.સી.બી. પોલીસને શુક્રવારે ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, એક સ્વીફ્ટ કાર નં. GJ-12-CD-5589 માં વિદેશી દારૂ ભરી આવવાનો છે.

 

જે બાતમીના આધારે ડીસાના ગોગા ડેરી નજીક કારને ઝડપી પાડી વિદેશી દારૂની 159 બોટલ જેની કિંમત રૂ. 84,330 નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.

 

જ્યારે દારૂ અને કાર સહીત કુલ રૂ. 3,90,330 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત કારના ચાલક વિરારામ સાલુજી રબારી (રહે. બાદપુરા, સાંચોર, રાજસ્થાન) અને મહેન્દ્રજી રાજપૂત (રહે. ધાખા, તા. ધાનેરા) વાળાને ઝડપી પાડી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

જ્યારે બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે શુક્રવારે વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડયો છે.

 

એલ.સી.બી. પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અંબાજી તરફથી પાલનપુર તરફ એક ગ્રે કલરની હ્યુડાઇ આઇ ટ્‌વેન્ટી ગાડીમાં વિદેશી દારૂ ભરેલો હોવાની પુરેપુરી શક્યતા છે. જ્યારે ગાડીની આગળ એક સફેદ કલરની આઇ ટ્‌વેન્ટી ગાડીમાં મહાવિરસિંહ દેવડા પાઇલોટીંગ કરે છે.

 

જે બાતમીના આધારે પોલીસે પ્રથમ સફેદ કલરની આઇ ટ્‌વેન્ટી ગાડી નં. RJ-24-CA-7359 માં મહાવિરસિંહ દેવડા નીકળતાં તેને રોડ ઉપર પાસ થવા દઇ તેની પછી આવતી હ્યુડાઇ આઇ ટ્‌વેન્ટી ગાડી નં. GJ-02-DA-4491 ને રોકાવી હતી.

 

જેથી તે ગાડીના ચાલકે પોતાની ગાડી ભગાડી હતી. જેનો પોલીસે પીછો કર્યો હતો. જેમાં ચાલક મોકેશ્વર રોડ ઉપર આવેલ ઇન્ડીયન ઓઇલ પેટ્રોલ પંપથી એકાદ કિલોમીટર મોકેશ્વર તરફ હાઇવે રોડ ઉપર ગાડી બિનવારસી હાલતમાં મૂકી ભાગી ગયો હતો.

 

જેથી પોલીસે 983 બોટલ જેની કિંમત રૂ. 1,73,000 સહીત કુલ રૂ. 6,73,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત પોલીસે ગાડીનો ચાલક અને તેની મદદગારી કરનાર મહાવિરસિંહ સામે વડગામ પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!