ડીસાના હાઈવે પર ભુવાઓના કારણે છકડો રિક્ષા પલટી જતા ચાલક ઈજાગ્રસ્ત

- Advertisement -
Share

ડીસાના રાજમંદિર સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી હાઇવે રોડ પર રેલાતા ગટરના ગંદા પાણીથી સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. અનેકવાર સ્થાનિક લોકો દ્વારા રજુઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ન થતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોમાં ભારે રોષ.

બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં આવેલ રાજમંદિર સર્કલ પાસે ડીસા પાલનપુર મેઈન હાઇવે પર છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદી પાણી રોડ પર રેલમછેલ થતા ઠેરઠેર હાઇવે રોડ પર ગટરના ગંદા પાણીથી ભુવા પડ્યા છે. જેથી વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

સ્થાનિક લોકો દ્વારા અનેક વાર હાઇવે ઓથોરિટી તેમજ પાલિકામાં લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોમાં તેમજ વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ આ રોડ પર રેલાતા ગટરના ગંદા પાણીના કારણે રોડ પર ભુવા પડવાથી અનેકવાર નાના મોટા અકસ્માત થઈ રહ્યા છે.

ત્યારે આજે એક લોડિંગ છકડો રીક્ષા રાજમંદિર સર્કલ પાસેથી પસાર થતા હાઇવે રોડ પર રેલમછેલ થતા ગટરના ગંદા પાણીના કારણે ભુવા પડવાથી લોડિંગ છકડો રીક્ષા પલટી ખાતા છકડા રીક્ષાના ચાલકને ઇજા થઇ હતી. લોડિગ છકડો રીક્ષા પલટી ખાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘાયલ છકડા રીક્ષાના ચાલકને સારવાર માટે ડીસા સિવલ ખાતે ખસેડાયો હતો. રાજમંદિર સર્કલ પાસે રેલમછેલ થતા ગટરના ગંદા પાણીના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકોએ હાઇવેઓથોરિટી તેમજ પાલિકા સામે ભારે રોષ ઠાલવ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!