ડીસા દિપક હોટલ પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચેના અકસ્માતમાં શિક્ષકનું મોત, એક ઘાયલ

- Advertisement -
Share

બનાસકાંઠાના ડીસા ખાતે આવેલ દિપક હોટલથી તરફ કાંટ તરફ જતા માર્ગ પર ટ્રક અને એક્ટીવા વચ્ચે અકસ્માત સર્જાયો. જેમ એક્ટીવા પર સવાર બે શિક્ષક રોડ પર પટકાયા હતા. જેમાં એક શિક્ષકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેમજ અન્ય એક શિક્ષક ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા હતો.

File Photo

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળ્યો છે ત્યારે આજે વધુ એક ડીસા ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ દિપક હોટલ પાસે ડીસાથી કાંટ તરફ જતા માર્ગ કાંટ ખાતે આવેલ સર્વોદય વિવિધલક્ષી વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ મોઢ તેમજ એક અન્ય શિક્ષક એક્ટીવા પર બેસી ડીસા તરફ આવી રહ્યા હતા.

દરમિયાન ડીસાની દિપક હોટલ પાસે પૂરઝડપે આવી રહેલા એક ટ્રકચાલકે એક્ટીવા પર સવાર બંને શિક્ષકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટીવા પર સવાર બે શિક્ષક રોડ પર પટકાયા હતા. જેમાં રાહુલભાઈ મોઢ નામના શિક્ષકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તેમજ અન્ય એક શિક્ષક ઘાયલ થયો હતો.

અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જેમાં એક શિક્ષકને ઇજા થતાં સારવાર માટે ભણસાલી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતો. તેમજ આ અકસ્માતમાં રાહુલભાઈ મોઢનું મોત થતા 2 પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી પરિવારમાં માતમ છવાયો હતો. તેમજ અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!