ડીસાના લક્ષ્મીપુરામાં 100% પ્રથમ ડોઝનું રસીકરણ પૂર્ણ કરી દાખલો બેસાડ્યો

- Advertisement -
Share

આઝાદી કાળના સમયગાળાથી જ ડીસા તાલુકાનું લક્ષ્મીપુરા ગામ શિક્ષણ અને વિકાસ સહીત આરોગ્ય-સ્વચ્છતામાં હંમેશા મોખરે રહ્યું છે. વર્તમાન કોરોના મહામારીમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં પણ એક દાખલો બેસાડ્યો છે.

[google_ad]

આ જાગૃત ગામની અંદર 100 ટકા લોકોનું રસીકરણ પૂર્ણ થઇ ગયું છે. ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના મહામારીમાં દિવસ-રાત પરિશ્રમ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓનું ગ્રામજનો દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરી આભાર માન્યો હતો.

[google_ad]

આરોગ્ય સેવાઓમાં લોકોનું જીવન બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા આગામી પેઢીને પ્રેરણા આપશે.

[google_ad]

લક્ષ્મીપુરામાં પ્રથમ ડોઝ કુલ 1441ની સામે 1441 ડોઝ અને બીજા ડોઝમાં 25 ટકા પૂર્ણ થયો હતો. આવા કપરા સમયે પોતાની પરવા કર્યા વગર લોક સેવામાં તત્પર કોરોના વોરીયર્સના સન્માન કાર્યક્રમમાં ગામના સરપંચ નેમાજી જાટ અને ડેલીગેટ કપુરજી જાટ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

[google_ad]

જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યાનો પણ યોગ્ય મદદ બદલ આભાર માન્યો હતો.

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!