બનાસકાંઠામાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ : રાજસ્થાન બોર્ડરના ગામોમાં કરા પડ્યા

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં વાદળો ઘેરાઇ આવ્યા હતા. ત્યારે મોડી સાંજે ધાનેરા તાલુકામાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જ્યારે રાજસ્થાન બોર્ડરના અમુક ગામોમાં વાવાઝોડા અને કરા સાથે વરસાદ પડ્યો હતો. પાંથાવાડા પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો.

 

 

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. ત્યારે બુધવારે વહેલી સવારે દાંતા પંથકમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. શુક્રવારે સાંજે ફરીથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધાનેરા તાલુકાના ધાનેરા, થાવર, ફતેપુરા, સોતવાડા, રામપુરા, વગેરે ગામોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.

 

 

જ્યારે ધાનેરાના ઉત્તર વિસ્તારના ગામો જેવા કે, નેનાવા, કુંવારલા, મગરાવા, લવારા, શેરગઢ, ધરણોધર, પેગીયા, જડીયા સહિતના વિસ્તારોમાં વોવાઝોડા, કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. જેને લઇ ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી. જ્યારે અમુક ગામોમાં તો ઘરોના પતરા ઉડ્યાના પણ અહેવાલ મળ્યા છે.

 

 

રેલવે સ્ટેશન આગળનો વીજળીનો થાંભલો પડી જતાં લાઇટો બંધ થતાં અમુક વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. આ ઉપરાંત પાંથાવાડા પંથકમાં પણ સાંજે વિજળીના ચમકારા સાથે મેધગર્જના સાથે કમોસમી વરસાદ વરસતા પાણી રેલાયા હતા.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!