થરાના ટોટાણા પાસેથી પાટણ, સુરેન્દ્રનગરના ચોરીના 7 ગુનામાં ફરાર દંપતી ઝડપાયા

- Advertisement -
Share

થરા પોલીસ શનિવારે થરા ટાઉનમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે ટોટાણા નાળા પાસે આવતાં બાતમી મળી કે ગુજરાત રાજ્યના અલગ-અલગ જીલ્લાઓના ચોરીના ગુનાઓમાં નાસતા-ફરતા પતિ-પત્ની સ્કોર્પીયો ગાડીમાં આવી રહ્યા છે. ત્યારે થરા પોલીસે ટોટાણા પાસેથી બંને પતિ-પત્નીને ઝડપી તેમની પાસેથી રોકડ રકમ અને સ્કોર્પીયો ગાડી કબજે લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

 

થરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ થરા પોલીસ સ્ટેશન વિસ્તારના ટાઉન વિસ્તારમાં શનિવારે મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા સારું પેટ્રોલીંગમાં હતા. દરમિયાન થરા ટાઉનમાં ટોટણા નાળા પાસે આવતા બાતમી મળી કે સુરેન્દ્રનગર જીલ્લાના તેમજ પાટણ જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનનોમાં ચોરીના ગુનાઓમાં નાસતા ફરતા ટીનાબેન ઉર્ફે ઇક્કાબેન તરસંગભાઇ મણાભાઇ વાલ્મીકી તથા તરસંગભાઇ મણાભાઇ વાલ્મીકી (રહે.શિરવાડા,તા.કાંકરેજ) બંને જણા સ્કોર્પીયો ગાડી નંબર GJ-24-K-1118માં થરા ચોર્યાસી વિસ્તારમાં થઇ ટોટણા નાળા તરફ સર્વિસ રોડ ઉપર આવનાર છે.

જેની બાતમીના આધારે પોલીસ સ્ટાફ વોચમાં હતા. દરમિયાન સ્કોર્પીયો ગાડી આવતાં તેને રોકાવી અંદર બંને પતિ-પત્નીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 35,000, મોબાઇલ નંગ-2 રૂપિયા 1500 તથા સ્કોર્પિયો ગાડી રૂપિયા 2,00,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!