બનાસકાંઠા જિલ્લાનાં કંબોઈના ફક્ત પાંચ ધોરણ પાસ યુવાને વિદેશી શાકભાજી વાવી

- Advertisement -
Share

ઠંડા પ્રદેશની વિદેશી શાકભાજી (સ્ટ્રોબેરી)ની ખેતી બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજ તાલુકાનાં કંબોઇમાં પાંચ પાસ ખેડૂત યુવાને કરી છે. અત્યારે ખેતી મોંઘી થઇ રહી છે, નીપજ ઓછી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળતા નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લાનાં પછાત વિસ્તાર એવા કાંકરેજ તાલુકાનાં ખેડૂતો બાગાયત અને શાકભાજીની ખેતી તરફ વળ્યાં છે. કાંકરેજ તાલુકાનાં કંબોઇ ગામના 33 વર્ષિય ખેડૂત કુંવરસિંહ સોલંકીએ વિદેશી શાકભાજીની સારી એવી આવક મેળવવાની આશાએ ખેતી કરી છે. આ ખેડૂતે તેના 10 ગુંઠા જમીનમાં ઇંગલિશ શાકભાજી (સ્ટ્રોબેરી)ની ખેતી કરી છે.

જેમાં જૈન બટાકા જે વેલાથી ઉપર આવે છે અને આ ખેડૂતે શાકભાજીમાં હેલોંઝુકીની, આઈસબરક, ચાઈના કોબી, લીલીઝુકીની, બ્રિઝીલ, પોકચોય, લાલ કોબીજ, બ્રોકોલી, સ્ટોબૅરી, ડ્રેગનફ્રૂટ હેલો અને દાડમ જેવી ખેતી કરી સારી આવક મેળવી રહ્યો છે. આ અંગે ખેડૂત કુંવરસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ‘મને શાકભાજીની ખેતી કરવાનો ખૂબ જ લગાવ છે. આત્માના અધિકારી બીટીએમ પુજાબેન રાવલ તેમજ એટીએમ મહેશભાઇ રાજપુરીયાના માર્ગદર્શનથી બે વર્ષથી ઇંગલિશ શાકભાજીની ખેતી કરું છું. બિયારણ પુના અને જાપાનથી મંગાવવામાં આવે છે. જેમાં આ વર્ષે 10 ગુંઠામાં ઇંગલિશ શાકભાજીનું વાવેતર કર્યું છે તેમાં 40 હજાર જેટલો ખર્ચ થાય છે અને અંદાજે 3 લાખ જેટલો નફો મળવાની શક્યતા છે.’

આ વિદેશી શાકભાજીની ખેતી નવરાત્રી પર કરવામાં આવી હતી. 45 દિવસે શાકભાજી આવવાની ચાલુ થઇ જાય છે અને 45 દિવસ સુધી ઉતારો આવે છે.

આ ખેતી 25 થી 30 ડિગ્રી તાપમાનમાં થાય છે. તેના માટે ગ્રીન શેડ અને સતત પાણી આપવું પડે છે. આ શાકભાજી શિયાળામાં જ આવક થાય છે. વિદેશી શાકભાજીનું અમદાવાદમાં વેચાણ છે. અહીંયા કોઇ ગ્રાહકો ના હોવાથી કંબોઇથી 150 કિલોમીટર દૂર અમદાવાદ વેચવા જવું પડે છે. કિલોનાં રૂપિયા 50 કે તેનાથી ઉપર મળે છે જેથી આવક સારી થાય છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!