ડીસાના ડોલી વાસ વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર રમી રમાડતો એક શખ્સ ઝડપાયો

- Advertisement -
Share

ડીસાના ડોલી વાસ વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યા હોવાની ડીસા ઉત્તર પોલીસને બાતમી મળતા પોલીસે બાતમીના આધારે પાંચ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

બનાસકાંઠા જિલ્લામાં જુગાર ધારાને નાબુદ કરવા માટે પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે થરાદ વધુ એક વરલી મટકા જુગાર રમી રમાડતા ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે. ડીસાના ડોલીવાસ વિસ્તારમાં આવેલ મસ્જિદની બાજુમાં એક શખ્સ વરલી મટકાનો જુગાર રમી રમાડી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી.

 

પોલીસે બાતમીના આધારે તપાસ કરી રેઈડ કરતા ડોલી વાસ વિસ્તારમાં આવેલી મસ્જિદની બાજુમાં એક શખ્સ ડાયરીમાં પેન વડે વરલી મટકાનો આંખ ફરકનો જુગાર રમી રમાડી રહ્યા હતો જે બાદ પોલીસે કોર્ડન કરી ઝડપી પાડેલ જે બાદ પોલીસે તેનું નામ પૂછતા જયેશભાઈ ઉર્ફે ગોટુ ભરતભાઇ મોદી ઉમર 32 રહે. ગુલબાની નગર ભાગ 1ને ઝડપી પાડી તેની પાસે રહેલ કુલ રૂપિયા 5,690ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!