ચકચારી ઘટના: પિતાએ 2 માસૂમ દીકરીઓને ઝેર આપી હત્યા કાર્ય બાદ પોતે આપઘાત કરી લીધો

- Advertisement -
Share

મધ્ય ગુજરાતના આણંદ શહેરમાં કમકમાટીભરી ઘટના સામે આવી છે. આણંદ શહેરના જીટોડીયા રોડ પર આવેલા એકતાનગર વિસ્તારમાં એક પિતાએ તેની બે દીકરીઓની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. સમગ્ર ઘટનાની જાણ આણંદ ટાઉન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

 

મળતી માહિતી પ્રમાણે મૃતક યુવકની પત્નીનું અમુક મહિના પહેલા નિધન થયું હતું. જે બાદમાં બંને દીકરીઓની સંભાળ રાખવાની જવાબદારી યુવક પર આવી પડી હતી. યુવકનો સાત માસનો દીકરો તેના સાસરી પક્ષ પાસે છે. યુવકે સુસાઇડ નોટમાં પત્નીના વિરહમાં આપઘાત કરી રહ્યાનું લખ્યું છે.

 

 

 

મળતી માહિતી પ્રમાણે આણંદ જીટોડીયા રોડ પાર એકતાનગરમાં છૂટક મજૂરી કામ કરતા ચિરંજીવી પ્રજાપતિએ તેની 2 દીકરી પાંચ વર્ષીય માનસી અને 3 વર્ષીય પ્રિયાંશીની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. પોલીસે તપાસ કરતા ચિરંજીવી પ્રજાપતિની સુસાઇડ નોટ મળી આવી છે.

 

 

 

 

સુસાઇડ નોટ પ્રમાણે 6 મહિના અગાઉ ચિરંજીવી પ્રજાપતિના પત્ની મૃત્યુ પામ્યા હતા. આથી તેણે પત્નીના વિરહમાં આવું પગલું ભર્યું છે. તેના મોત બાદ બંને દીકરીની સારસંભાળ કોણ રાખે તેવું માની ચિરંજીવીએ પ્રથમ બંને દીકરીની હત્યા કરી હતી અને બાદમાં આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં છે.

 

 

 

 

સમગ્ર ઘટના અંગે આણંદ ટાઉન ડીવાયએસપી બી. ડી. જાડેજાના જણાવ્યા મુજબ, ચિરંજીવી પ્રજાપતિ છૂટક મજૂરી કામ કરતો હતો. 6 મહિના અગાઉ તેની પત્નીનું મોત થયું હતું. પત્નીના વિરહમાં તેણે આત્મહત્યા કરી હોવાનું ચિરંજીવ પ્રજાપતિની સુસાઇડ નોટમાં નોંધ છે. ચિરંજીવી પ્રજાપતિએ તેની બંને દીકરી માનસી અને પ્રિયાંશીની હત્યા એ માટે કરી કે તેના મૃત્યુ પછી બંનેની સારસંભાળ કોણ રાખશે. ચિરંજીવી પ્રજાપતિનો સાત માસનો પુત્ર સાસરી પક્ષ પાસે છે.

 

 

 

 

યુવકની પત્નીનું 6 મહિના પહેલા મૃત્યુ થયું હતું : મળતી માહિતી પ્રમાણે યુવકની પત્નીનું 6 મહિના પહેલા મૃત્યુ થયું હતું. જે બાદમાં બંને દીકરીની જવાબદારી તેના પર આવી પડી હતી. યુવક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. યુવક જ્યારે મજૂરી કામે જતો હતો ત્યારે દીકીરીઓની સંભાળ કોણ રાખે તે પણ એક પ્રશ્ન ઊભો થયો હતો. આજે વહેલી સવારે યુવકે કોઈ કારણસર બંને દીકરીની ઝેરી દવા આપી દીધી હતી અને બાદમાં પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો હતો.

 

 

 

 

7 મહિનાનો દર્શન સાસુ પાસે હતો : યુવકનો 7 મહિનાનો દીકરો દર્શન તેની સાસુમાં પાસે હોવાથી તેનો બચાવ કર્યો હતો. તેના ગયા બાદ તેના 7 મહિનાના દીકરાનું શું થશે એવો કોઈ જ વિચાર કર્યા વગર યુવકે આવેશમાં આવીને બંનને દીકરીઓને ઝેર આપીને પોતે પણ આપઘાત કરી લીધો હતો.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!