બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. શહેરોની તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ ફૂલ થઇ જતાં દર્દીઓની હાલત ખરાબ થઇ ગઇ છે. આવી હાલતમાં 108 વાનનો ઓક્સિજન દર્દીઓ માટે સંજીવની જડીબુટ્ટી સમાન બની ગયો છે.
જ્યાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં છેલ્લા 15 દિવસમાં 108ના સ્ટાફે વાનમાં રહેલી બોટલ દ્વારા 400 દર્દીઓને 78,300 લીટર ઓક્સિજન પુરો પાડી તેમની મહામુલી જીંદગી બચાવી છે. જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત બની રહ્યા હોઇ સારવાર માટે શહેરની કોવિડ હોસ્પિટલોમાં આવી રહ્યા છે. જેઓ મોટે ભાગે આર્થિક રીતે સંપન્ન ન હોવાથી સરકારી 108 અને સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ થઇ રહ્યા છે.
જોકે, સ્થિતિ એવી છે કે, શહેરની તમામ સરકારી હોસ્પિટલોમાં બેડ ન હોઇ 108ને 5 થી 12 કલાક સુધી વેઇટીંગમાં ઉભા રહેવું પડી રહ્યું છે. આવા સમયે 108માં રહેલી બોટલોનો ઓક્સિજન કોરોનાના દર્દીઓ માટે સંજીવની જડીબુટ્ટી સમાન બની રહ્યો છે.
આ અંગે બનાસકાંઠા, મહેસાણા અને પાટણ 108ના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયાર અને બનાસકાંઠા સુપરવાઇઝર નિતન ગોરાદરાએ જણાવ્યું હતુ કે, બનાસકાંઠા જિલ્લામાં કુલ 29 લોકેશન ઉપર 108 વાન કાર્યરત છે. જ્યાં છેલ્લા 15 દિવસમાં 400 દર્દીઓને વાનમાં જ 78,300 લીટર ઓક્સિજન પુરો પાડી તેમના જીવન બચાવાયાં છે.

એક વાનમાં 2 જમ્બો બોટલમાં 90 લીટર ઓકિસજન હોય છે, 108 વાનમાં ઓક્સિજનની બે જમ્બો બોટલો છે. એક બોટલમાં 7 કયુબીક (45 લીટર) ઓક્સિજન આવે છે. જિલ્લાની કુલ 29 વાનમાં બે બોટલો એટલે 90 લીટર લેખે 58 બોટલોમાં એક દિવસનો 5,220 લીટર ઓક્સિજન વપરાય છે. જે 15 દિવસમાં 78,300 લીટર ઓક્સિજન આપી દર્દીઓના જીવ બચાવવામાં આવ્યા.
From – Banaskantha Update