ડીસા – પાલનપુર હાઇવે પર મારુતિ કારમાં આગ ભબુકી ઉઠી, કાર બળીને થઇ ખાખ

- Advertisement -
Share

ડીસા પાલનપુર હાઈવે રોડ પર આજે બપોરે મારુતિ કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. અલ્ટો કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સમય સૂચકતા કારચાલક કારમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો પરંતુ આગ લાગતા મારુતિ કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ વાહનોમાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે વધુ એક વાહનમાં આગ લાગવાની ઘટના બની છે. ડીસા પાલનપુર હાઈવે રોડ પર એક મારુતિ કારમાં અચાનક આગ લાગતાં ઘટના સ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સમય સૂચકતા મારુતિ કારનો ચાલક કારમાંથી બહાર નીકળતા તેનો આબાદ બચાવ થયો હતો.

મારુતિ કારમાં આગ લાગતાં તાત્કાલિક ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ અલ્ટો કારમાં આગ લાગવાથી અલ્ટો કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!