ડીસામાં હીન્દુ યુવા સંગઠન દ્વારા વાલ્મીકી સમાજના ગરીબ અનાથ દીકરીના લગ્નમાં મદદ અપાઇ

- Advertisement -
Share

વાલ્મીકી સમાજના 250 જેટલાં લોકોની જમણની વ્યવસ્થા કરાઇ

 

ડીસામાં હીન્દુ યુવા સંગઠનના કાર્યકર ઉપર ગઇકાલે સેવાભાવી રાજુભાઇ ખત્રીનો ફોન આવ્યો હતો કે, એક દીકરીના આવતીકાલે લગ્ન છે.

અને કોઇ સગવડ નથી. મા-બાપ ગુજરી ગયા છે. મોટો ભાઇ છે પણ એને કોઇ વ્યવસ્થા કરી નથી. પાછી આવતીકાલે જાન આવે છે.

આ અંગે સંગઠનના પ્રમુખ નીતિનભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ‘અમે રૂબરૂ જઇને પૂછ્યું તો દીકરી જોડે નવા 1 જોડી કપડાં સિવાય બીજું કંઇ ન હતું અને બીજા દિવસે જાનમાં અને તેજ વિસ્તારના વાલ્મીકી સમાજના 250 જેટલાં લોકોનું જમણની વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું.

અમે જલારામ મંદિરમાં જણાવતાં જલારામ ભોજનાલયમાંથી 250 લોકોનું જમણ જેમાં પૂરી, 2 શાક, દાળ-ભાત, મીઠાઇ અને ફૂલવડી લગ્ન સ્થળે મોકલાયું હતું.

દાતાના સહયોગથી 11 જોડી કપડાં, કટલરી, બેડા, પેટી, વાસણ, ચાંદીનો હાર અને સોનાની ચુની સહીત જીવન જરૂરીયાતની બધી વસ્તુ અપાઇ હતી.’

જ્યારે વાસણ, કપડાં અને પેટીના દાતા ધીરજભાઇ રાજગોર, અશોકભાઇ બી. ઠક્કર (વકીલ) તેમજ જલારામ મંદિરમાં વ્યવસ્થા કરનારના દાતા શશીકાન્તભાઇ ડી.ઠક્કર, ભગવાનભાઇ બંધુ, નરેશભાઇ
આચાર્ય, આનંદભાઇ ઠક્કર, આર. ડી. ઠક્કર અને નીતિનભાઇ સોનીએ 3 જોડી સાડીઓ, ચાંદીનો હાર, સોનાની ચુની, કટલરી અને રોકડ રકમ આપી ધામધૂમપૂર્વક લગ્ન કરાવ્યા હતા.

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!