પાલનપુરમાં મોબાઇલની દુકાનમાં 15 મોબાઇલની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

- Advertisement -
Share

પોલીસે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજથી શખ્સને ઝડપી પાડી મુદ્દામાલ જપ્ત કર્યો

 

પાલનપુરમાં કોઝી ટાવરમાં પહેલાં માળે આવેલી યશવી મોબાઇલની દુકાનમાંથી રૂ.1,68,600 ના 15 મોબાઇલની ચોરી કરનાર શખ્સને પશ્વિમ પોલીસની ટીમે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજની મદદથી ઝડપી
પાડી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતી. શખ્સ પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, પાલનપુર કોઝી ટાવરના પહેલાં માળે આવેલી મોબાઇલની દુકાનનું શટરનું તાળુ તોડી બુધવારે રાત્રે અજાણ્યા શખ્સો અંદર પ્રવેશ્યા હતા.
જ્યાં શો કેસના કાચ તોડી અલગ-અલગ કંપનીના 15 મોબાઇલ કિંમત રૂ. 1,68,600 ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે વેપારી અમીરગઢના બાંટાવાડાના મુકેશભાઇ કાન્તીભાઇ કરપટીયા (પટેલ)એ પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

 

આ અંગે પશ્વિમ પોલીસ મથકના પી.આઇ. એસ. એ. પટેલે જણાવ્યું હતું કે, ‘ચોરી થયાના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને ચોરી કરનાર મૂળ પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના ખારી ખાડીયાલ ગામનો અને હાલ પાલનપુર ડોક્ટર હાઉસ પાછળ ઝૂંપડપટ્ટીમાં રહેતાં
કૈલાશભાઇ દલપતભાઇ કંકોડીયાને ઝડપી પાડયો હતો. જેની પાસેથી મુદ્દામાલ જપ્ત લઇ વધુ તપાસ હાથ ધરાઇ છે.’ અત્રે ઉલ્લેખનીય છે કે, ‘કૈલાશભાઇ દલપતભાઇ કંકોડીયા અગાઉ પણ પાલનપુરની ચોરીના ગુનામાં ઝડપાયેલો હતો.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!