કેદારનાથ મહાદેવના દર્શન કરવા આવેલ શ્રદ્ધાળુઓને ફોરેસ્ટ વિભાગે રોકતા હોબાળો સર્જાયો

- Advertisement -
Share

અમીરગઢના જેસોર અભ્યારણમાં કેદારનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને ફોરેસ્ટ વિભાગ દ્વારા રોકતા હોબાળો મચાવ્યો હતો. દૂરથી શ્રદ્ધાળુઓ માનતા અને બાધા અને લઈ આવ્યા હતા. જોકે, અભયારણ્યમાં રીંછની ગણતરી ન લઇ ફોરેસ્ટ વિભાગે સાંજના સમયે દર્શનાર્થે આવેલા લોકોને અટકાવ્યા હતા. જેથી લોકોએ હોબાળો મચાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ઈકબાલગઢથી દસેક કિલોમીટર દૂર જાસોર અભ્યારણ આવેલું છે. જેમાં પર્વતની વચ્ચે કેદારનાથ મહાદેવનું પાંડવોના સમયનું મંદિર આવેલું છે. દર વર્ષે લાખો લોકો કેદારનાથ મંદિરના દર્શનાર્થે માટે આવતા હોય છે. ગઇકાલે સાંજના સમયે કેદારનાથ મહાદેવના દર્શન માટે દુંરથી પર્યટકો આવ્યા હતા, પરંતુ દર્શન માટે કેદારનાથ પર્વત પર પહોંચે તે પહેલા ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા.

ફોરેસ્ટ વિભાગ દ્વારા હાલ કેદારનાથમાં રીંછની ગણતરી ચાલી રહી છે. જે માટે તેમને દર્શન કરવા માટે સાંજના સમયે કેદારનાથ મંદિર ઉપર જતા અટકાવતા પર્યટકો સહિત આજુબાજુના ગામના લોકો એકત્ર થઇ જાસોર અભયારણ્યની ઓફિસ ઉપર હોબાળો મચાવ્યો હતો. બનાવના પગલે જિલ્લા ફોરેસ્ટ અધિકારીને જાણ થતા જિલ્લા ફોરેસ્ટ અધિકારી તાત્કાલિક જાસોર રીંછ અભ્યારણની ઓફિસ ખાતે દોડી પહોંચ્યા હતા અને મામલો શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!