ભાભરમાં કૌટુંબિક ભાઈના હત્યારા પિતા અને બે પુત્રોને આજીવન કેદની સજા ફટકારાઈ

- Advertisement -
Share

ભાભર તાલુકાના બરવાળા ગામે 3 વર્ષ અગાઉ કૌટુમ્બિક ઝઘડામાં ભાઇની કૌટુંબીક ભાઇ અને 2 ભત્રીજાએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. જે કેસ દિયોદરની સેશન કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી.
ભાભર તાલુકાના બરવાળા ગામે 1 જૂન 2019ના રોજ કૌટુંબિક ઝગડામાં જીવાભાઇ પરમાર ઉપર તેમના કૌટુંબીક ભાઈ નરસિંહભાઈ વાહજીભાઈ પરમાર, ભત્રીજા રણજીતભાઇ નરસિંહભાઈ પરમાર તેમજ જગદીશભાઈ નરસિંહભાઈ પરમારે ઘરની ઓસરીમાં ધોકા, લાકડીઓ, ટોમી તેમજ છરીથી હૂમલો કરી નિર્મમ હત્યા કરી હતી.
આ અંગે જીવાભાઇની પત્નીએ તેઓના કૌટુંબીક જેઠ તેમજ બે ભત્રીજાઓ સામે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભાભર પોલીસે ત્રણેય સામે ઇપીકો 302,307,326/34 મુજબ ગૂનો દાખલ કયો હતો.
દરમિયાન આ અંગેનો કેસ મંગળવારે દિયોદરની એડિસનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશ કે.એસ. હિરપરાએ સરકારી વકીલ ડી.વી. ઠાકોરની દલીલો ગ્રાહ્ય રાખી હત્યારા નરસિંહભાઈ વાહજીભાઈ પરમાર, રણજીતભાઇ નરસિંહભાઈ પરમાર અને જગદીશભાઈ નરસીહ ભાઈ પરમારને આજીવન કારાવાસની સજા અને રૂપિયા 13 હજારથી વધુના દંડની સજા કરી હતી. આ કેસમાં 27 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!