આજથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં રવિવારે રેડ અલર્ટ

- Advertisement -
Share

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં સાર્વત્રિક વરસાદ થયો છે. આજથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતાં.

[google_ad]

રવિવારે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેને પગલે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાશે, જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડશે.

[google_ad]

[google_ad]

અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે. અમદાવાદમાં રવિવારે ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

[google_ad]

હવામાન વિભાગના કહેવા પ્રમાણે, 23થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

[google_ad]

[google_ad]

24 જુલાઈ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકા ને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

[google_ad]

જ્યારે 25 જુલાઈએ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, રાજકોટ, અમરેલી, ભાવનગર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

[google_ad]

[google_ad]

26 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર- હવેલી, બનાસકાંઠા, પાટણ, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી છે.

[google_ad]

ત્યાર બાદ ગાંધીનગર- 35.5, કંડલા એરપોર્ટ- 35.4, ભાવનગર- 35.1, અમદાવાદ- 34.9, સુરેન્દ્રનગર- 34.3 અને વલ્લભ વિદ્યાનગરમાં 34.2 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!