પાટણના જીમખાના ગ્રાઉન્ડ નજીક ટ્રેક્ટરની ટક્કરથી યુવકનું મોત

Share

 

પાટણના જીમખાના મેદાન નજીકના રોડ પર રવિવારે સાંજે ટ્રેક્ટર ચાલકે એક્ટીવા ચાલકને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર દરમિયાન એક્ટીવા ચાલકનું મોત નિપજ્યું હતું.

 

 

 

આ અંગેની વિગત એવી છે કે, પાટણ શહેરમાં આવેલી એસ.કે. બ્લડ બેંક નજીક ખેતરવશી વિસ્તારમાં રહેતાં ભરતજી ચમનજી ઠાકોર (ઉં.વ.આ. 52) રવિવારે સાંજે જીમખાના રોડથી મોતીશા તરફ જવાના રોડ પરથી પોતાનું એક્ટીવા લઇને પસાર થઇ રહ્યા હતા.

 

ત્યારે સામે આવી રહેલા ટ્રેક્ટર ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રેક્ટર સામેથી આવી રહેલા એક્ટીવા ચાલકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભરતજી ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચતાં તુરંત સારવાર અર્થે જનતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.

 

સારવાર દરમિયાન ભરતજી ઠાકોરનું મોત નિપજતાં શહેરની સિવિલ હોસ્પિટલમાં મૃતકની લાશને પી.એમ. અર્થે ખસેડાઇ હતી. જ્યારે અચાનક પરિવારના મોભીનું મોત નિપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ અંગે પાટણ-એ ડીવીઝન પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share