ડીસાના વાસડામાં ચૂંટણીની અદાવતમાં તિક્ષ્ણ હથિયાર વડે 2 સમાજ વચ્ચે જૂથ અથડામણ થતાં 8 વ્યક્તિઓ ગંભીર

- Advertisement -
Share

8 ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા : ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી

ડીસા તાલુકાના વાસડા ગામમાં ચૂંટણીની અદાવતમાં 2 સમાજ વચ્ચે જૂથ અથડામણ થતાં 8 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઘટનાને પગલે ડીસા તાલુકા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની સિવિલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં ચૂંટણી તો પતી ગઇ છે. પરંતુ ચૂંટણીનો દ્વેષભાવ હજુ સમ્યો નથી. ત્યારે ડીસા તાલુકાના વાસડા ગામમાં ચૂંટણીની અદાવતમાં 2 સમાજ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી.
મોડી સાંજે ઠાકોર અને માળી સમાજના લોકો વચ્ચે સામસામે ધારીયા અને લાકડી જેવા તિક્ષ્ણ હથિયારો વડે મારામારી થતાં 2 મહીલાઓ સહીત 8 વ્યકિતઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઘટનાને પગલે આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.
આ બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘2 દિવસ અગાઉ જ બંને સમાજના લોકો વચ્ચે બબાલ થયા બાદ મામલો શાંત પડયો હતો.
પરંતુ ફરી સામસામે મારામારી થઇ હોવાની ઘટના સર્જાઇ હતી. જેમાં કલ્પેશ ટાંક, અણસીબેન ટાંક, ટીલાજી ટાંક અને પ્રિન્સ ટાંક તેમજ સામે પક્ષના ભમરીબેન ઠાકોર, પ્રતાપજી ઠાકોર, દીપક ચંદુજી ઠાકોર અને અન્ય એક ઇજાગ્રસ્ત થયા હતા.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!