બાબા રામદેવની વેશભૂષામાં તેલનો ડબ્બો અને ગેસનો બાટલો સાથે પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવ મુદ્દે સાઇકલ યાત્રા યોજાઇ

- Advertisement -
Share

વડોદરા શહેરમાં બાબા રામદેવની સાઇકલ યાત્રા નીકળતાં કુતુહુલ સર્જાયું હતું. મોંઘવારીના મારનો વર્તારો દર્શાવવા જાગૃત નાગરીકે બાબા રામદેવના વેશમાં અનોખો વિરોધ નોંધાવ્યો હતો. બાબા રામદેવની વેશભૂષામાં તેલનો ડબ્બો અને ગેસનો બાટલો સાથે પેટ્રોલ-ડીઝલના વધતાં ભાવ મુદ્દે સાઇકલ યાત્રા નીકળતાં લોકમુખે ભારે ચર્ચાએ જાર પકડ્યું હતું.

 

 

 

અત્રે નોંધનીય છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાતાં જીવન જરૂરીયાત તમામ ચીજવસ્તુઓ મોંઘી બની છે. ગૃહિણીઓના બજેટ ઉપર આર્થિક બોજા વધતાં ઘર કંકાસના દૃશ્યો જાવા મળી રહ્યા છે. ત્યારે જાગૃત નાગરીકે જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓના ભાવો ઉપર નિયંત્રણ લાવવા વડોદરા જીલ્લા કલેકટર મારફતે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે.

 

 

વિશ્વભરમાં ક્રૂડ ઓઇલનો ભાવ તળિયે છે. પરંતુ ભારતની કેન્દ્ર સરકાર સરકારી તિજારીમાં આવક ઉભી કરવા માટે સતત પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાતાં ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં મોટાભાગની ચીજવસ્તુઓ પર મોંઘવારીની અસર વર્તાઇ રહી છે. આ પરિÂસ્થતિનો આર્થિક બોજા ભારતના નાગરીકોને વેઠવાનો વારો આવ્યો છે. તેમાંય ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોની આર્થિક પરિÂસ્થતિ કપરી બની છે.

કોરોના કાળમાં વેપાર-ધંધા ખોરવાતાં નાગરીકો લાચાર બન્યા છે. પડતાં પર પાટું સમાન રાંધણ ગેસના બાટલાના ભાવ પણ ચિંતાજનક વધ્યા છે. હાલ રાંધણ ગેસનો બાટલો રૂ. ૮૫૦ સુધી પહોંચી ગયો છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જતાં ઘર કંકાસના દૃશ્યો સર્જાઇ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના બાટલાના ભાવમાં હજુ ઘટાડો નોંધાયો નથી તો બીજી તરફ કપાસીયા અને સીંગતેલના ભાવ પણ બમણા થઇ ગયા છે. અગાઉ યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું હતું કે, સત્તા પર આવીશું તો પેટ્રોલ-ડીઝલ રૂ. ૪૦ લીટર અને રાંધણ ગેસ રૂ. ૪૦૦ માં આપીશું.

ત્યારે હવે યોગ ગુરૂ બાબા રામદેવની વેશભૂષામાં પોસ્ટર, તેલનો ડબ્બો અને રાંધણ ગેસના બાટલા સાથે સાઇકલ યાત્રા કાઢવામાં આવી હતી. આ સાઇકલ યાત્રા ગાંધીનગર ગૃહથી ભગતસિંહ ચોક થઇ કલેકટર કચેરી ખાતે પહોંચી હતી. જાગૃત નાગરીક અતુલ ગામેચીએ નવતર અભિગમ સાથે વિરોધ દર્શાવી પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, કપાસીયા તેલ, સીંગતેલ અને અન્ય જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવવા તેમજ પેટ્રોલ-ડીઝલના વેટ અને સેસમાં રાહત આપવા જીલ્લા કલેકટર મારફતે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!