ડીસાના કંસારી નજીક પોલીસે ઇકો કારમાંથી વિદેશી દારૂ ઝડપ્યો : ચાલક ફરાર

- Advertisement -
Share

 

ડીસા તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કંસારી ત્રણ રસ્તા નજીક બાતમીના આધારે વોચ ગોઠવી ઇકો કારમાંથી 480 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. જો કે, ચાલક ઇકો કાર મૂકી ફરાર થઇ ગયો હતો.

 

જ્યારે પોલીસે ઇકો કાર અને દારૂ મળી રૂ. 2,48,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે ફરાર કાર ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનને અડીને આવેલા સરહદીય એવા બનાસકાંઠાથી સમગ્ર રાજ્યમાં વિદેશી દારૂ પહોંચાડવાનું નેટવર્ક લાંબા સમયથી કાર્યરત છે.

 

જો કે, પોલીસની સતર્કતાને પગલે અનેકવાર વિદેશી દારૂ ઝડપી પાડવામાં પોલીસને સફળતા પણ મળી છે. ત્યારે ડીસા તાલુકા પોલીસ કંસારી નજીક આવેલ ત્રણ રસ્તા પર પેટ્રોલિંગમાં હતી.

 

તે દરમિયાન ખાનગી બાતમીના આધારે રાજસ્થાન તરફથી ઇકો કાર નં. GJ-06-HS-1365 માં વિદેશી દારૂ ભરી આવનાર હોઇ તાલુકા પોલીસના માણસોએ વોચ ગોઠવી હતી.

 

તે દરમિયાન ઉપરોક્ત નંબરવાળી ઇકો કાર આવતાં તેને થોભાવવાનો પ્રયાસ કરતાં તેના ચાલકે ઇકો કાર ખેતર સાઇડ ભગાવી હતી. જો કે, પોલીસે પણ તેનો પીછો કરતાં ચાલકે ઇકો કાર ખેતરમાં મૂકી નાસી છૂટ્યો હતો.

 

જેથી પોલીસ ઇકો કારમાં તપાસ દરમિયાન વિદેશી દારૂની બોટલ નંગ-480 જેની કિંમત રૂ. 48,000 અને ઇકો કાર રૂ. 2,00,000 મળી કુલ રૂ. 2,48,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

આ અંગે ડીસા તાલુકા પોલીસે ફરાર કાર ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ઝડપી પાડવા ક્વાયત હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!