પાલનપુરમાં ત્રિપલ તલાક મામલે ક્લાસ ટુ અધિકારીને સસ્પેન્ડ કર્યો

- Advertisement -
Share

દાંતીવાડા નાયબ કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કર્યો

 

3 વર્ષ અગાઉ હેબતપુરની પરિણીતાને પતિ દ્વારા ત્રિપલ તલાક અપાયા હતા. જે બાદ કોર્ટ દ્વારા અગાઉ આરોપીને 3 વર્ષની સજા ફટકારાઇ હતી.
ત્રિપલ તલાકમાં પીડીતાએ કહ્યું હતું કે, મને ન્યાય અધૂરો મળ્યો છે. જેથી ડીસમીસ થવો જોઇએ તેવું જણાવતાં ત્રિપલ તલાક મામલે ક્લાસ ટુ અધિકારીને સસ્પેન્ડ કર્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં તાજેતરમાં જ એક ત્રિપલ તલાકની ઘટના સામે આવી હતી.

 

જેમાં 3 વર્ષ અગાઉ હેબતપુરની પરિણીતાને તેના પતિ ક્લાસ ટુ અધિકારી દ્વારા ત્રિપલ તલાક અપાતાં પીડીતાએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

 

જે બાદ કોર્ટ દ્વારા અગાઉ આરોપીને 3 વર્ષની કેદની સજા ફટકારાઇ હતી પરંતુ ત્રિપલ તલાકમાં પીડાતી મહીલાએ કહ્યું હતું કે, મને ન્યાય અધૂરો મળ્યો છે અને મને તલાક આપનારને ડીસમીસ થવો જોઇએ તેવું જણાવ્યું હતું.
જે બાદ પરિણીતાને ત્રિપલ તલાક આપનાર દાંતીવાડા નાયબ કાર્યપાલક ઇજનેર સરફરાજખાન મહંમદખાન બિહારીને સસ્પેન્ડ કર્યો છે. જયારે પાણી પુરવઠા વિભાગના ઉપસચિવ દ્વારા સસ્પેન્ડનો હુકમ કર્યો હતો.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!