અંબાજીમાં ચઢવા અને ઉતરવા માટે શ્રદ્ધાળુઓને હવે સરળ બનશે : ગબ્બર પરના પગથીયા નવા બનશે

- Advertisement -
Share

1,800 પગથીયા સાથે સ્ટ્રીટ લાઇટ, ટોયલેટ બ્લોક, વિસામો અને પાણીની પરબ સહીતનો રૂ. 15 કરોડનો પ્રોજેક્ટ 2023 માં પૂરો કરાશે : ઉનાળામાં ગરમ ન થાય તેવા સેન્ડસ્ટોનના પગથીયાની ઉંચાઇ અને પહોળાઇ એક સરખી રખાતાં શ્રદ્ધાળુ આરામથી ચઢી શકશે

 

વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં મા અંબાના દર્શન કરવા આવતાં યાત્રિકોની 2 કિ.મી. દૂર ગબ્બર પર્વત ઉપર અખંડ જ્યોતના દર્શન માટે પણ ભીડ જામતી હોય છે.
ત્યારે સરકારે ગબ્બરની કાયાપલટ કરવાના ભાગરૂપે હવે ગબ્બર પર્વતના પગથીયા નવા બનાવવાનો નિર્ણય કર્યો છે.
ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ રૂ. 15 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેમાં ચઢવાના 1,200 અને ઉતરવાના 600 મળી કુલ 1,800 પગથીયા નવા બનાવવામાં આવશે.

 

આ પગથીયાની પેરેલલ સ્ટ્રીટ લાઇટ, ચડતી અને ઉતરતી વખતે બંને જગ્યાએ ટોયલેટ બ્લોક, વિસામો અને પીવાના પાણીની પરબ સહીતની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. ઉનાળામાં પગથીયા ગરમ ન
થાય તેની વિશેષ તકેદારી રાખી ધ્રોલ અને પોરબંદર સહીતના વિસ્તારમાંથી નીકળતાં સેન્ડસ્ટોન પથ્થરના પગથીયા બનાવવામાં આવશે.
​​​આ અંગે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ઇજનેર ગિરીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘ભારત સરકારની પ્રસાદ યોજના હેઠળ પ્રવાસન નિગમને ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
પ્રવાસન નિગમ પ્રોજેક્ટ પૂર્ણ કરશે. શ્રદ્ધાળુને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ પગથીયા એક સરખા રાખવામાં આવશે અને શ્રદ્ધાળુઓ સરળતાથી ગબ્બર પર્વત ચડી શકે તે પ્રકારની તકેદારી રખાશે.’
આ અંગે ગાંધીનગર પ્રવાસન વિભાગના ઇજનેર કેયુરભાઇ શાહે જણાવ્યું હતું કે, ‘હાલમાં સમગ્ર પ્રોજેક્ટ ટેન્ડરીંગ હેઠળ છે. ટેન્ડર પ્રક્રીયા પૂર્ણ થયા બાદ પ્રોજેક્ટ શરૂ થશે અને વર્ષ-2023 માં પૂર્ણ કરવાનો અંદાજ છે.’

 

જે ચડે ગબ્બર તે કહેવાય બબ્બર… આ કહેવત આજે પણ ગામે ગામ પ્રચલિત છે. કારણ કે, ગબ્બર પર્વત ચઢવો સહેલો નથી. 999 પગથીયા ધરાવતા પર્વતના કેટલાંક પગથીયા સવાથી દોઢ ફૂટ જેટલાં ઉંચા છે.
જેના લીધે શ્રદ્ધાળુ ઠેઠ ઉપર પહોંચતાં પહોંચતાં હાંફી જાય છે. ત્યારે હવે જે નવા પગથીયા બનશે. તેમાં પગથીયાની સંખ્યા વધારીને તમામ પગથીયા એવા બનાવવામાં આવશે જેનાથી કોઇને ચઢવામાં તકલીફ ન પડે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!