ધાનેરામાં નગરપાલિકામાં દબાણની દુકાનોનું ભાડું ન લેવા ઠરાવ કર્યો : સી.ઓ.એ ભાડું લેતાં પ્રમુખે નોટીસ ફટકારી

- Advertisement -
Share

 

ધાનેરામાં નગરપાલિકાના પ્રમુખ દ્વારા સભામાં દબાણવાળી દુકાનો ખાલી કરાવી રસ્તો પહોળો કરવા ઠરાવ કર્યો કયો. જ્યારે દબાણની દુકાનનું ભાડું ન લેવા ઠરાવ કર્યાં બાદ ગુરૂવારે ધાનેરા નગરપાલિકાના સી.ઓ.એ દબાણની દુકાનનું ભાડું લેતાં નગરપાલિકા પ્રમુખ અને સી.ઓ. વચ્ચે વિવાદ સર્જાયો હતો.

 

 

બનાસકાંઠા જીલ્લાના ધાનેરા નગરપાલિકા હમેશાં વિવાદમાં સપડાયેલી રહી છે. ત્યારે ગુરૂવારે ફરી ધાનેરા નગરપાલિકામાં વિવાદ સર્જાયો છે.

 

 

ધાનેરા નગરપાલિકામાં અગાઉ નગરપાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં સાધારણ સભા યોજાઇ હતી. જેમાં સભામાં દબાણવાળી દુકાનો ખાલી કરાવી રસ્તો પહોળો કરવા ઠરાવ કર્યો હતો.

 

 

જ્યારે દબાણની દુકાનનું ભાડું ન લેવાનો પણ ઠરાવ કર્યો હતો. પરંતુ ગુરૂવારે ધાનેરામાં દબાણની દુકાનનું ભાડું લેવા મામલે સી.ઓ. અને પ્રમુખ વચ્ચે વિવાદ સર્જાયો હતો.

 

 

દબાણની દુકાનનું ભાડું ન લેવા ઠરાવ કર્યાં બાદ પણ સી.ઓ.એ ભાડું લેતાં પ્રમુખ અને સી.ઓ. વચ્ચે વિવાદ સર્જાયો હતો.

 

ત્યારબાદ નગરપાલિકા પ્રમુખે સી.ઓ.ને નોટીસ પણ ફટકારી હતી. ઠરાવ બાદ પણ સી.ઓ.એ પ્રમુખ કે સભ્યોને જાણ કર્યાં વિના જ ભાડું સ્વીકારતાં નગરપાલિકામાં વિવાદ સર્જાયો હતો.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!