ડીસામાં વી.સી.ઇ. મંડળના કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇ કચેરીઓમાં આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

જો પડતર માંગણીઓ પુરી કરવામાં નહી આવે તો આગામી સમયમાં આંદોલન ઉગ્ર બનશે તેવી ચિમકી ઉચ્ચારી

 

છેલ્લા ઘણા દિવસોથી ડીસા તાલુકાના વી.સી.ઇ. મંડળના કર્મચારીઓ સરકાર પાસે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇ વિરોધ દર્શાવી રહ્યા છે.

ત્યારે સરકાર દ્વારા તેમની માંગણીઓ ન સંતોષાતાં મંગળવારે ડીસા તાલુકા પંચાયત કચેરીમાં ધરણાંના કાર્યક્રમને લઇ આવેદનપત્ર આપ્યું હતું.

છેલ્લા ઘણા સમયથી વિવિધ ખાતામાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઇ સરકાર સામે વિરોધ દર્શાવી રહ્યા છે.

સરકાર દ્વારા પણ અત્યાર સુધી સરકારમાં કામ કરતાં કર્મચારીઓની ક્યાંકને ક્યાંક માંગણીઓ પુરી કરવામાં આવી છે. તો ક્યાંક હજુ સુધી અનેક કર્મચારીઓની માંગણીઓ પુરી કરવામાં આવી નથી.

જેના કારણે છેલ્લા એક વર્ષમાં સરકારી કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઇ અનેકવાર આંદોલન કરી રહ્યા છે. જેની સીધી અસર નાગરિકો પર જોવા મળી રહી છે.

 

ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ડીસા તાલુકામાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા વી.સી.ઇ. મંડળના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને જેવી કે, કમિશન પ્રથા બંધ કરીને ફીક્સ વેતન સાથે પગાર

 

ધોરણ લાગુ કરવામાં આવે, સરકાર સાથે 16 વર્ષથી વગર પગારે કામ કરતાં હોય સરકારી કર્મચારી જાહેર કરીને સરકારી લાભો આપવામાં આવે, આરોગ્ય લક્ષી સુવિધા આપતાં પરિવાર સહીત વીમા કવચ

 

આપવામાં આવે, વી.સી.ઇ.ને ગ્રામ પંચાયતમાં દબાણ થતું હોય દબાણમાં ન આવતાં વી.સી.ઇ.ને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે.

 

જ્યારે એમના લાગતા-વળગતા લોકોને લેવા માટે વી.સી.ઇ.ને પંચાયત દ્વારા ગમે તે સમયે કાઢી નાખવામાં આવે છે. જે બાબતે કડક જોબ સિક્યુરીટી બાબતનો જી.આર. કરવામાં આવે અને સરકારની

 

મંજૂરી વગર કોઇ પંચાયત વી.સી.ઇ.ને કાઢી ન શકે અને કોરોના મહામારીમાં મરણ પામેલ વી.સી.ઇ.ને આર્થિક સહાય આપવામાં આવે. આ તમામ માંગણીઓને લઇ સરકારમાં રજૂઆત કરી હતી.

 

પરંતુ આજદિન સુધી સરકાર દ્વારા ડીસા તાલુકામાં ફરજ બજાવતા વી.સી.ઇ. મંડળના કર્મચારીઓની માંગણી સંતોષવામાં ન આવતાં વી.સી.ઇ. મંડળના કર્મચારીઓ ધરણાં કાર્યક્રમ યોજવા જઇ રહ્યા છે.

 

સરકારી ઓફીસમાં ફરજ બજાવતા કર્મચારીઓ સરકારના વિરોધમાં છેલ્લા ઘણા સમયથી કામકાજથી દૂર રહી વિરોધ દર્શાવી રહ્યા છે.

 

જેના કારણે સરકારી કામકાજ માટે આવતાં નાગરિકો અને કર્મચારીઓ વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

 

ત્યારે મંગળવારે આગામી સમયમાં યોજાનાર સરકાર વિરોધી ધરણાં કાર્યક્રમને લઇ ડીસા તાલુકાના વી.સી.ઇ. ના કર્મચારીઓએ ડીસા તાલુકા પંચાયત, મામલતદાર અને નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું.

 

અને તાત્કાલીક સરકાર તેમની માંગણીઓ પુરી કરે તેવી માંગ કરી હતી અને જો પડતર માંગણીઓ પુરી કરવામાં નહી આવે તો આગામી સમયમાં આંદોલન ઉગ્ર બનશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!