ડીસામાં હિંદુ યુવા સંગઠન દ્વારા નાના ભૂલકાઓને હોટેલમાં જમણ કરાવતા બાળકોમાં આનંદ

- Advertisement -
Share

ડીસા શહેર તથા આજુ બાજુના વિસ્તારોમાં સેવાકીય પ્રવુતિ સંગઠન દ્વારા કરાય છે જેમાં ઘર વિહોણાને મકાનની સગવડ, દર્દથી પીડાતા જરૂરિયાત મંદ માટે હોસ્પિટલ સહિત દવા ખર્ચ, રાસન કિટો અને તાજેતરમાં નાણી ગૌચરમાંથી ગૌ વંશને ગૌ શાળામાં મોકલવાનું કાર્ય ચાલુ છે.

આ બાબતે સંગઠનનાં પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું હતું કે અવાર નવાર જરૂરિયાતમંદોના ફોન આવતા સેવાકીય કાર્ય કરીએ છીએ અને ગઈ કાલ અમારા સંગઠનમાં સાથી મિત્ર એવા ખત્રી કુલદીપભાઈ દોલતભાઈને વિચાર આવ્યો કે નાના બાળકોને જમાડીએ.

તો અમે પણ કહ્યું કે દર વખતે જૂપડપટ્ટી વિસ્તારમાં જમવાનું લઈ ને જતા હોઈએ છીએ પણ આજે બાળકોને પૂછ્યું કે હોટેલમાં જઈએ જમવા તો બાળકોનાં ચહેરા પર અલગ જ સ્મિત જોવા મળ્યું અને અમે એમને સાંજે ડીસાની બંસી કાઠિયાવાડીમાં નાના ભૂલકાઓને પાકું ભોજન પૂર્સાયું. બાળકો આનંદથી જમ્યા અને ઘરે પરત મુકી આવ્યા. આ કાર્યમાં કુલદીપભાઈ ખત્રી, કશ્યપ પટેલ, નવીન પરમાર હાજર રહી બાળકોને જમાડ્યા.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!