બનાસકાંઠામાં માનવ અધિકારોના રક્ષણની માંગ સાથે ગ્રામ્ય અને શહેરી વિકાસ ફાઉન્ડેશને કલેક્ટર અને એસ.પી.ને આવેદનપત્ર આપ્યું

Share

 

તા. 10 મી ડીસેમ્બર એટલે કે વિશ્વ માનવ અધિકાર દિવસ. ત્યારે બનાસકાંઠા જીલ્લામાં શુક્રવારે માનવ અધિકાર દિન નિમિત્તે જીલ્લાવાસીઓના માનવ અધિકારોના રક્ષણની માંગ સાથે ગ્રામ્ય અને શહેરી વિકાસ ફાઉન્ડેશન દ્વારા જીલ્લા કલેક્ટર અને એસ.પી.ને આવેદનપત્ર અપાયું હતું.

 

 

બનાસકાંઠા જીલ્લામાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, લોકોમાં ભાઇચારો વધે, લોકોના માનવ અધિકારોની જાળવણી થાય તે હેતુથી ગ્રામ્ય અને શહેરી વિકાસ ફાઉન્ડેશન દ્વારા શુક્રવારે પાલનપુરમાં જીલ્લા કલેક્ટર અને એસ.પી.ને આવેદનપત્ર અપાયું હતું.

 

 

ચૂંટણીમાં ફરજ બજાવનારા હોમગાર્ડ, શિક્ષકો સહીતના કર્મચારીઓને પૂરતી સુવિધા અપાય અને મહીલાઓ તેમજ બાળકોના અધિકારોનું પણ રક્ષણ થાય તેવી માંગ કરાઇ છે.

 

 

 

From-Banaskantha update

 

 

 


Share