ડીસાના કંસારી નજીક બોલેરો અને ટ્રક સામસામે ટકરાતાં 2 વ્યક્તિઓને ગંભીર ઇજા

- Advertisement -
Share

બંને ઇજાગ્રસ્તોને 108 વાન એમ્બ્યુલન્સ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

 

ડીસા-ધાનેરા હાઇવે પર કંસારી નજીક સોમવારે ટ્રક અને બોલેરો કેમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરોમાં બેઠેલા 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ડીસા સિવિલ
હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને પગલે આજુબાજુના લોકો અને વાહનચાલકોએ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી.

 

આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનના બાડમેર જીલ્લાના નવાનગર ગામના ક્રિષ્નારામ વિશ્નોઇ અને તેમનો ભત્રીજો સુરેશભાઇ વિશ્નોઇ તેમની બોલેરો કેમ્પર ગાડી લઇ ડીસા તરફ આવી રહ્યા હતા.

 

તે દરમિયાન કંસારી નજીકની પસાર થઇ રહ્યા હતા. તે સમયે સામેથી આવી રહેલ ટ્રક અને બોલેરો કેમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.

 

અકસ્માતમાં બેઠેલ બંને કાકા-ભત્રીજાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે આજુબાજુના લોકો અને વાહનચાલકો તાત્કાલીક દોડી આવ્યા હતા.
જયારે બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!