થરાદમાં ઇફકો ખાતરની અછતથી ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો

- Advertisement -
Share

પૂરતાં પ્રમાણમાં ખાતર નહીં આપવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી

 

થરાદ સહીત બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા એક માસથી ઇફકો ખાતરની અછત જોવા મળી હતી. જેમાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
ઇફ્કો કંપની રાસાયણિક ખાતરમાં ઉત્તર ગુજરાત સાથે ઓરમાયું વર્તન કરે છે. તેવા આક્ષેપ કર્યાં હતા. ઇફકો કંપની દ્વારા 10/26/26 અને 12/32/16 રાસાયણિક ખાતર ન આપતાં બનાસકાંઠા જીલ્લાના
ખેડૂતોમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે. બનાસકાંઠા જીલ્લામાં દર વર્ષે હજારો ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય છે. ઇફકો કંપની દ્વારા પૂરતાં પ્રમાણમાં ખાતર નહીં આપવામાં આવે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે.

 

જયારે છેલ્લા 1 વર્ષથી ઇફકો કંપની ખેડૂતો સાથે રમત રમાઇ રહી છે. તેવામાં ઇફકો કંપનીએ થોડા સમય પહેલાં ખાતરમાં 40 ટકા જેટલો ભાવ વધારો ઝીંકી દેતાં ખેડૂતોની હાલત વધુ કફોડી બનાવી દીધી છે.
બનાસકાંઠા જીલ્લામાં દર વર્ષે 75,000 ટન ઇફકો કંપનીના ખાતરની ખપત હોય છે. ત્યારે હવે કંપનીએ બનાસકાંઠા જીલ્લાના થરાદ સહીત દરેક પૂરતાં પ્રમાણમાં ખાતર આપતી નથી.
જેના લીધે ખેડૂતોમાં રઝળપાટ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા એક માસમાં બનાસકાંઠા જીલ્લામાં એક પણ રેન્ક આવી નથી.
સૌથી મોટી સહકારી ફર્ટીલાઇઝર કંપની ઇફકોએ એકબાજુ ખાતરના ભાવમાં અધધ કહી શકાય તેવો ધરખમ ભાવ વધારો ઝીંક્યો છે.
જેના કારણે બનાસકાંઠા જીલ્લાના ખેડૂતોમાં આક્રોશ ભભૂક્યો છે અને ભાવ વધારો થતાં પૂરતો ખાતર આપતી નથી. એક તરફ સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરી રહી છે.
ત્યારે એકાએક રાસાયણિક ખાતરની અછત ઉભી કરતાં ખેડૂતોને પડતાં પર પાટુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. બનાસકાંઠા જીલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જીલ્લો છે. ત્યારે રાસાયણિક ખાતરની અછતને લઇને હાલ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!