આરોપીને ગાંધીધામ જ્યુરીડીક્શનલ કોર્ટમાં રજૂ કર્યો
સી.બી.આઇ.ની ટીમે સી.જી.એસ.ટી. ના સુપ્રિટેન્ડેન્ટ એન.એસ. મહેશ્વરીને રૂ. 1,00,000 ની લાંચ લેતાં ગાંધીધામથી રંગેહાથ ઝડપી પાડયો હતો.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશની ટીમે સી.જી.એસ.ટી. સુપ્રિટેન્ડેન્ટ એન.એસ. મહેશ્વરીને રૂ. 1,00,000 ની લાંચ માંગવા અને સ્વીકારવા બદલ અટકાયત કરી છે.
ફરિયાદી પાસેથી રૂ. 1,00,000 ની લાંચ લેવા બદલ સી.જી.એસ.ટી (ઓડીટ), ઓડીટ સર્કલ-વી.આઇ., ગાંધીધામ વિરુદ્ધ ફરિયાદી પાસેથી રૂ. 2,40,000 (રૂ. 100/- કન્ટેનરની માંગણી) ના અનુચિત લાભની
માંગણીના આરોપો પર કેસ નોંધવામાં આવ્યો હતો. તે દરમિયાન તેણે અગાઉ કંડલા પોર્ટમાં કસ્ટમના સુપ્રિટેન્ડેન્ટ પદે રહી ક્લિયર કરેલા કન્ટેનર માટે ફરિયાદી પાસેથી લાંચ સ્વીકારી હતી.
આરોપી વિરુદ્ધ વધુમાં એવો પણ આક્ષેપ કર્યો કે, આરોપીએ ફરિયાદીને ઉક્ત લાંચ ચૂકવવાનું કહ્યું હતું. જેથી કરીને તેને ઓડીટમાંથી બચાવી શકાય, જો તેણે અયોગ્ય લાભ ચૂકવવામાં નહીં આવે તો તે કરાવવાની ધમકી આપી હતી.
તે દરમિયાન સી.બી.આઇ. એ છટકું ગોઠવીને આરોપીને ફરિયાદી પાસેથી રૂ. 1,00,000 ની લાંચની માંગણી અને સ્વીકારતાં રંગેહાથે ઝડપી પાડયો હતો.
આરોપીની ઓફીસ અને રહેણાંક જગ્યા પર ગત રાત્રે જ સર્ચ કરાયું હતું. જેના કારણે તેના રહેણાંક જગ્યામાંથી રૂ. 6,50,000 (અંદાજે) અને ગુનાહીત દસ્તાવેજો મળી આવ્યા હતા.
અટકાયત કરાયેલા આરોપીને ગાંધીધામ જ્યુરીડીક્શનલ કોર્ટમાં રજૂ કર્યો છે. ગંભીર પ્રકારના ગુના પર કેન્દ્રીય તપાસ એજન્સી સી.બી.આઇ. ના દરોડાથી સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઇ છે.
From-Banaskantha update