બનાસકાંઠામાં થરાદ સાચોર હાઈવે પર નટ પરિવારને અકસ્માત નડ્યો સાચોરથી થરાદ તરફ આવી રહેલી કાર અચાનક ઝાડ સાથે ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં કાકા – ભત્રીજાનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે.
થરાદ – સાંચોર હાઇવે પર કાર અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે, થરાદ તાલુકાના વજેગઢ ગામે રહેતો નટ પરિવાર પોતાની સ્વીફ્ટ કારમાં સાચોરથી થરાદ તરફ આવી રહ્યો હતો તે સમયે કાર ચાલકે અચાનક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર ઝાડ સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.
ધડાકાભેર જળ સાથે ટકરાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જ્યારે કારમાં સવાર કાકા ભત્રીજાને ગંભીર ઇજા થતાં તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે થર્ડ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
બનાવને પગલે આજુબાજુના લોકો 108 એમ્બ્યુલન્સ વાન અને થરાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બંને મૃતકોની લાશને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક
1. આકાશ હરખાભાઈ નટ (ઉ.વ. 23)
2. કિશન કાંતિભાઈ નટ (ઉ.વ. 21)
ઇજાગ્રસ્ત
1. રાહુલ નટ
(તમામ રહે. વજેગઢ , તા. થરાદ )
From – Banaskantha Update