ડીસામાં દીકરીનો જન્મ થતાં પરિવારજનોએ દીકરીના વધામણા કરી પેંડાનું વિતરણ કર્યું

- Advertisement -
Share

 

ડીસામાં એક પરિવારના ઘરે પ્રથમવાર દીકરીનો જન્મ થતાં પરિવારે આ દીકરીના જન્મની શાનદાર ઉજવણી કરી દીકરીને વધાવી છે. પરિવારમાં પ્રથમવાર લક્ષ્મીનું આગમન થતાં આ પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી છે.

 

 

 

દરેક ઘરનું આંગણુ દીકરી વગર સૂનું કહેવાય છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી દીકરાની ખેવના રાખતાં પરિવારોની સંખ્યામાં વધારો થયો છે.

 

 

પરંતુ આજે પણ એવા પરિવારો છે કે, જે દીકરીના જન્મ પર જલેબી નહીં પરંતુ પેંડાનું વિતરણ કરે છે. ડીસામાં રહેતાં પ્રવિણભાઇ સાધુના પરિવારમાં પ્રથમવાર દીકરીનો જન્મ થયો છે.

 

 

પ્રવિણભાઇ સાધુને 2 સંતાનોમાં દીકરા છે અને તેમના મોટા દીકરા તુષારના 7 વર્ષ પહેલાં ભૂમિકા સાથે લગ્ન થયા હતા અને તેમના પરિવારમાં પણ પ્રથમ સંતાન તરીકે દીકરો અવતરયો હતો.

 

જેથી આ પરિવારમાં દીકરીનો અભાવ જોવા મળી રહ્યો હતો. ત્યારે તા. 7 માર્ચના દિવસે તેમના ઘરે દીકરીનો જન્મ પ્રથમવાર થતાં સાધુ પરિવારમાં ખુશીની લહેર પ્રસરી છે.

 

બુધવારે દીકરીને હોસ્પિટલથી રજા આપીને ઘરે લાવવામાં આવતાં આ પરિવારે તેનું શાનદાર વાજતે-ગાજતે સ્વાગત કર્યું હતું.

 

જ્યારે આજુબાજુના લોકોને દીકરી જન્મ પર આપવામાં આવતી જલેબીના બદલે દીકરાના જન્મ પર આપવામાં આવતાં પેંડાનું વિતરણ કર્યું હતું. આ પરિવારમાં પ્રથમવાર દીકરીનો જન્મ થતાં પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી છે.

 

સમાજમાં આજકાલ દીકરા-દીકરી વચ્ચે ભેદભાવની ઘટનાઓ વધી રહી છે. તેવામાં સાધુ પરિવાર દ્વારા તેમના પરિવારમાં અવતરેલી દીકરીના વધામણાં કરવામાં આવ્યા હતા. તે આજના સમાજ માટે પણ ખૂબ જ શિખવા જેવી બાબત છે અને સમાજમાં અન્ય લોકો પણ આવી રીતે જ દીકરીઓને વધાવે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!