કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના સરકારી ક્વાર્ટરમાંથી દારૂ ઝડપાયો છે. પોલીસે સરકારી ક્વાર્ટરમાંથી ઝડપાયેલ 4 બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસ કર્મચારી સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં એવા માવસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીના સરકારી ક્વાર્ટરમાંથી જ દારૂનો જથ્થો ઝડપાયો છે. માવસરી પોલીસ મથકમાં અરવિંદભાઇ તેજાભાઈ નામનો પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
આ કોન્સ્ટેબલના ઘરેથી દારૂનો જથ્થો હોવાની ખાનગી રહે માહિતી મળતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન પોલીસ લાઈનમાં આવેલ અરવિંદભાઈ સરકારી ક્વાર્ટરના સંડાશમાં સફેદ પ્લાસ્ટિકની થેલીમાં છુપાવેલો ચાર સીલબંધ દારૂની બોટલ મળી આવી હતી.
પોલીસે 4 બોટલ દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસ કોન્સ્ટેબલ સામે ધ ગુજરાત પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે અરવિંદભાઈ નામનો આ પોલીસ કર્મચારીએ દારૂની બોટલો ક્યાંથી લાવી હતી અને કેટલા સમયથી લાવે છે, તે પીવા માટે લાવ્યા હતા કે, વેચવા માટે તે અંગે પણ તટસ્થ તપાસ થાય તો હજુ પણ વધુ માહિતી બહાર આવી શકે તેમ છે.
From – Banaskantha Update