ડીસાના પાલિકા પ્રમુખની પ્રાઇવેટ ઓફીસ નીચે આખલાનું યુદ્ધ : રખડતા ઢોરોના કારણે લોકો પરેશાન

- Advertisement -
Share

ડીસામાં કોઈ મોટી સમસ્યા હોય તે છે રખડતા ઢોરની સમસ્યા ડીસા શહેરમાં જાહેર માર્ગો પણ જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોરોનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે પાલિકા પ્રમુખની પ્રાઇવેટ ઓફિસની નીચે બે આખલાઓનું યુદ્ધ ખેલાયું હતું જેના કારણે રાહદારીઓના જીવ પડીકે બંધાયા હતા.

ડીસા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસના કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ડીસા શહેરના લોકોએ રખડતાં ઢોરોને દૂર કરવા માટે અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને દૂર કરવામાં આવ્યા નથી.

થોડાક દિવસ અગાઉ ડીસા નાયબ કલેકટર દ્વારા પાલિકાને ડીસા શહેરમાંથી રખડતા ઢોરને દૂર કરવા માટે હુકમ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી પાલિકા દ્વારા એક પણ પશુને પકડી દૂર કરવામાં આવ્યા નથી. ત્યારે આજે ડીસાના લાયન્સ હોલથી ચંદ્રલોક તરફ જતા માર્ગ પર પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરની પ્રાઇવેટ ઓફિસ આવેલી છે.

ત્યાં ઓફિસની નીચે જાહેર માર્ગ પર આજે બે આખલા વચ્ચે યુદ્ધ સર્જાયું હતું. બે આખલા વચ્ચે ભારે યુદ્ધ ખેલાતા લોકોમાં ભારે ભય ફેલાયો હતો અને લોકોના જીવ પડીકે બંધાયા હતા અને સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે રખડતાં ઢોરોને દૂર કરવામાં આવે જેથી રખડતા ઢોરોના કારણે કોઈ જાનહાનિ ન સર્જાય.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!