બનાસકાંઠામાં નકલી એક્રિડેશન કાર્ડ લઈને ફરતો બોગસ પત્રકાર ઝડપાયો

- Advertisement -
Share

દિયોદરના સણાદર ખાતે બનાસ ડેરીનું લોકાર્પણ પ્રસંગે વડા પ્રધાન આવનાર છે. તેને લઈ ચુસ્ત પણે લોંખડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે ગઈ કાલે બનાસ ડેરીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તે સમયે માહિતી વિભાગના અધિકારીઓએ ખોટું એક્રેડીટેશન ધરાવતા એક શખ્સને ઝડપી પાડી દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઝડપાયેલા નકલી પત્રકારને લઈ વિવિધ એજન્સીઓ પણ સતર્ક થઈ છે. આવનારા શંકાસ્પદ લોકોની કકડ પૂછતાછ કરી રહી છે.

 

બનાસકાંઠાના દિયોદર ખાતે આવેલ સણાદર ખાતે નવનયુક્ત બનેલ ડેરીના લોકાર્પણ પ્રસંગે આગામી 19 તારીખે આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તડામાર તૈયારીને લઈ તંત્ર અને વહીવટી ખાતું હાલ એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. તે પણ વિવિધ એજન્સીઓ પણ તમામ આવનારા લોકોની પૂછતાજ કરવામાં આવી રહી છે.

ત્યારે ગઈ કાલે આગામી સમયે આવનારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ પ્રસંગે આવનાર છે. તેના ભાગ રૂપે ગઈ કાલે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની આગેવાનીમાં કાર્યક્રમની રૂપ રેખા આધારિત પ્રેસ કોંફરન્સ બોલવાઇ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજવતા વિવિધ ઇલેક્ટ્રોનિકમીડિયા અને પ્રિન્ટ મીડિયાના વિવિધ પત્રકારો દિયોદરના સણાદર મુકામે યોજાનાર વડા પ્રધાનના કાર્યકમને પ્રેસ કોંફરન્સને લઈ તમામ આવનાર પત્રકારોની બનાસકાંઠા માહિતી ખાતાના સિનિયર સબ એડિટર રેસુગભાઇ ચૌહાણ દ્વારા આઈકાર્ડની ચકાસણી કરવામાં આવી રહી હતી.

 

ત્યારે દેવેન્દ્ર આર કોઠારી જે દિયોદરમાં રહેતા તે પત્રકાર તરીકે ઓળખ આપી તે પોતે ગુજરાત સરકારના સરકાર માન્ય પત્રકાર તેમજ બનાસકાંઠા માહિતી ખાતામાં એક્રિડેશન કાર્ડની ઓળખ આપી કાર્યક્રમ સ્થળે પોહચ્યાં હતા. ત્યાં બનાસકાંઠા જિલ્લા માહિતી ખાતામાં સિનિયર સબ એડિટરમાં ફરજ બજાવતાં રેસુગભાઇ ચૌહાણે આઈકાર્ડની તપાસ કરવા તે નકલી બનાવટી કાર્ડ બનાવાયું હોવાનું માલુમ લડતા તાત્કાલિક માહિતી ખાતાના અધિકારી રેશુગભાઇએ દિયોદર પોલીસેને જાણ કરી ખોટા આઈકાર્ડનો દૂર ઉપયોગ કરીને રોફ જમાવતા પત્રકાર સામે માહિતી વિભાગના અધિકારીએ નકલી પત્રકાર પાસેથી ખોટું આઈકાર્ડ ઝડપી પાડ્યું હતું. ખોટું એક્રરીડેશન કાર્ડ બનાવીને ફરતા આરોપી દેવેન્દ્રભાઈ કોઠારી સામે IPC કલમ 465 અને 471 મુજબ નોંધાઈ દિયોદર પોલીસ મથકે ફરીયાદ હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!