બનાસકાંઠા સહીત રાજ્યમાં વહેલી સવારથી જ માવઠાની અસરથી કમોસમી વરસાદ, ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

Share

બનાસકાંઠા જિલ્લા સહીત રાજ્યમાં આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બધા બાદ કમોસમી માવઠું થયું હતું. કાંકરેજના થરા અને દિયોદર પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.

[google_ad]

હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે આજે વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ થયુ હતું. જ્યારે કાંકરેજ તાલુકાના થરા અને દિયોદર પંથકમાં વહેલી પરોઢે વાદળછાયા વાતાવરણ બાદ અચાનક કમોસમી માવઠુ થયુ હતું.

[google_ad]

અમદાવાદના વાતાવરણમાં આજે વહેલી સવારે પલટો આવ્યો હતો. શહેરના બાપુનગર, નિકોલ, નરોડ સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ગાંધીનગરના કલોલમાં કમોસમી કમોસમી વસારદ શરૂ થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાઈ ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. બનાસકાંઠા અને અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

[google_ad]

માવઠાના કારણે ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટયા હતા. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે તેવામાં જો જિલ્લામાં પાંચ દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ અને વરસાદ થાય તો અનેક જગ્યાએ ખેતી પાકને મોટું નુકસાન થાય તેવી ખેડૂતોને ચિંતા સતાવી રહી છે.

[google_ad]

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં લો પ્રેશ સર્જાતા તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. જેના કારણે બનાસકાંઠા અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ વધુ દિવસો સુધી વરસાદ પડવાની શક્યતા છે.

 

From – Banaskantha Update


Share