બનાસકાંઠામાં ડીઝાસ્ટર વિભાગ દ્વારા હવામાન વિભાગની આગાહીના પગલે માર્કેટયાર્ડોમાં ખેડૂતોનો માલ સુરક્ષિત રાખવા અપિલ કરાઇ

Share

 

રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહીને પગલે તા. 17 નવેમ્બરથી તા. 21 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહીને પગલે બનાસકાંઠા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લામાં આવેલ માર્કેટયાર્ડો અને ખેડૂતોને પોતાનો માલ સુરક્ષિત રીતે રાખવા અપિલ કરાઇ છે.

[google_ad]

 

 

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ તા. 17 નવેમ્બરથી તા. 21 નવેમ્બર સુધી છૂટા-છવાયાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે રાજ્યનું ડીઝાસ્ટર વિભાગ પણ એલર્ટ બની ગયું છે.

[google_ad]

 

 

ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ વરસાદથી ઉદ્દભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી લીધી છે.

[google_ad]

 

 

જ્યારે બનાસકાંઠા જીલ્લામાં પણ હાલમાં માર્કેટયાર્ડોમાં ખરીફ સિઝનના માલની આવક વધુ રહેતી હોઇ વરસાદની આગાહીને પગલે માર્કેટયાર્ડોમાં ખેડૂતોનો માલ ખુલ્લામાં પલળે નહીં અને અનાજ-કઠોળ જેવી જણસ પલળીને બગડી ન જાય તે માટે સુરક્ષિત રીતે ઉતારવા અપિલ કરી છે.

[google_ad]

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share