દિયોદરમાં સર્વિસ રોડ પર વરસાદી પાણીથી માટીનું ધોવાણ થતાં ટ્રેક્ટર ફસાયું

- Advertisement -
Share

દિયોદર-ભાભર ફાટક નજીક સર્વિસ રોડ પર વરસાદી પાણીથી માટીનું ધોવાણ થતાં ટ્રેક્ટર ફસાયું. જેમાં રેલ્વે ક્રોસિંગ ઓવરબ્રિજ બનાવતાં બાજુના સર્વિસ રોડ પર બનાવ બન્યો હતો. સર્વિસ રોડનું પ્રથમ વરસાદે જ ધોવાણ કરી નાખતાં કામગીરી બાબતે અનેક સવાલો ઉઠ્યા છે. પ્રથમ વરસાદે જ નેશનલ હાઇવે ઓથોરીટીના કામગીરીની પોલ ખોલી નાખી છે.

 

 

ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ રોડ બનાવવા માટે ફાળવે છે. પરંતુ રોડ બનાવવાની કામગીરીમાં ગેરરીતી આચરી કૌભાંડો આચરવામાં આવે છે. જેમાં મસમોટા કોન્ટ્રાક્ટરોને ગુજરાત સરકાર દ્વારા કામ સોંપી દે છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી રોડ બનાવી કામ પુરૂ કરી દેતાં હોય છે. ત્યારે માત્ર થોડાક દિવસોમાં જ રોડ ઉબડ-ખાબડ થવા લાગે છે.

 

 

ત્યારે દિયોદર-ભાભર ફાટક નજીક સોમવારે સર્વિસ રોડ પર વરસાદી પાણીથી માટીનું ધોવાણ થતાં ટ્રેક્ટર ફસાવવાની ઘટના બની હતી. જેમાં સર્વિસ રોડનું પ્રથમ વરસાદે જ ધોવાણ કરી નાખતાં કામગીરી બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પ્રથમ વરસાદે જ નેશનલ હાઇવે ઓથોરીટીના કામગીરીની પોલ ખોલી નાખી હતી. જોકે, આ રોડની કામગીરી માર્ગ અને મકાન વિભાગમાં તપાસ કરાય તો કેટલું કૌભાંડ આચર્યું તે બહાર આવી શકે તેમ છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!