દિયોદરના આરોગ્ય કેન્દ્રમાં તબીબની બદલી થતાં ગ્રામજનોમાં આક્રોશ ભભૂક્યો : તબીબને પરત લાવવા માટે બ્લોક હેલ્થ ઓફીસરને આવેદનપત્ર આપ્યું

- Advertisement -
Share

 

ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગમાં ગામડાના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તેના માટે અનેક ગામડાઓમાં આરોગ્ય કેન્દ્ર ઉભા કરવામાં આવ્યા છે.

 

 

જેથી કરીને ગામડાની ગરીબ લોકોને મફત સેવાઓ મળી રહે તે માટે દિયોદર તાલુકાના જાલોઢા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ. ચેતન ચૌધરીની 25 દિવસ પ્રતિનિયુક્તિ માટે થરાદના દૂધવામાં બદલી કરી દેવામાં આવી છે.

 

 

પરંતુ અચાનક સારા તબીબની બદલી થતાં આજુબાજુના 5 ગામના લોકોમાં આક્રોશ ભભૂક્યો છે. અનેક મહીલાઓમાં રોષ જોવા મળ્યો છે.

 

 

કેમ કે, કોરોનાની મહામારીમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે ઘરમાં છૂપાયા હતા. ત્યારે આજ તબીબ દ્વારા પોતાના જીવની પરવા કર્યાં વગર લોકોના ઘર સુધી પહોંચીને અનેક લોકોના જીવ બચાવ્યા છે.

 

 

દિયોદર તાલુકાના જાલોઢાના આજુબાજુમાં લાગતાં 5 ગામના લોકો દ્વારા બુધવારે પી.એચ.સી. કેન્દ્રમાં રેલી સ્વરૂપે ડૉ. ચેતન ચૌધરીને પરત લાવવા નારા લગાવ્યા હતા.

 

 

ત્યારબાદ દિયોદર બ્લોક હેલ્થ ઓફીસરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જો તબીબ અમને પરત નહી મળે તો ગ્રામજનો એકત્ર થઇ મહીલાઓ દ્વારા જાલોઢા આરોગ્ય કેન્દ્રને તાળા મારવામાં આવશે અને ગ્રામજનો ઉપવાસ ઉપર પણ ઉતરશે તેવા આક્ષેપ કર્યાં હતા.

 

 

ગ્રામજનોનું કહેવું છે કે, ‘કયા કારણથી અમારા તબીબની અચાનક બદલી કરવામાં આવી છે. તેનો સરકાર ખુલાશો આપે જો અમને તબીબ કદાચ પરત નહીં મળે તો અહીં બીજા કોઇ તબીબની અહીં જરૂર પણ નથી તે માટે અમને અમારા તબીબ જોઇએ છે.’

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!