દાદાગીરી કરતા કલેક્ટરને પદથી હટાવ્યા : યુવક સાથે મારપીટ કરી એનો ફોન તોડી કરી હતી દાદાગીરી

- Advertisement -
Share

છત્તીસગઢના સૂરજપુર જિલ્લાના કલેક્ટર રણબીર શર્માની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો. અહીં લૉકડાઉન દરમિયાન કલેક્ટર પોલીસ સાથે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા, ત્યારે કોરોનાનો ટેસ્ટ કરાવવા જતાં એક યુવકને પૂછપરછ માટે ઊભો રાખ્યો હતો. આ પછી કલેક્ટરે યુવકને લાફો મારી દીધો અને તેનો મોબાઇલ ઝૂંટવીને રોડ પર પછાડ્યો હતો.

 

 

 

 

આ ઉપરાંત ત્યાં હાજર પોલીસકર્મીએ કલેક્ટરના કહેવાથી યુવકને ડંડાથી ફટકાર્યો હતો. મહત્ત્વનું છે કે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયાં પછી દરેક લોકો કલેક્ટરની નિંદા કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન કોરોનાની તપાસ કરવા માટે જતા લોકો પર અને વિવિધ વ્યવસાય માટે બહાર નીકળતા લોકો પર કલેક્ટરે લાઠીચાર્જ કરાવ્યો હતો.

 

 

 

 

આ સમગ્ર ઘટનાનો વીડિયો બહાર આવતા સરકારે સૂરજપુરના કલેક્ટર રણવીર શર્માને પદ પરથી હટાવી દીધા હતા. આ વીડિયો અંગે કલેક્ટરે પોતાનો બચાવ કરતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘‘જાણી જોઈને મારો વીડિયો વાઇરલ કરવામાં આવી રહ્યો છે.’ દેશભરમાં વીડિયો વાઇરલ થતા આજે સવારે છત્તીસગઢના મુખ્યમંત્રીએ IASને કલેક્ટર પદથી હટાવી દીધા.

 

 

 

તાત્કાલિક ધોરણે સામાન્ય પ્રશાસન વિભાગે 2012 બેચના ઓફિસર રણવીર શર્માના સ્થાનાંતરણનો હુકમ જાહેર કર્યો હતો. તેઓને સૂરજપુર કલેક્ટર પદથી હટાવીને મંત્રાલયમાં બોલાવી લેવાયા છે. તેઓને અહીંયા જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. રણવીર શર્માના સ્થાને ગૌરવ કુમાર સિંહને સૂરજપુરના નવા કલેક્ટર બનાવવામાં આવ્યા છે. ગૌરવ કુમાર અત્યારે રાયપુર જિલ્લા પંચાયતના એક્ઝિક્યુટિવ ઓફિસર છે.

 

 

 

 

મુખ્યમંત્રી ભૂપેશ બધેલે સોશિયલ મીડિયા એકાઉન્ટથી સંદેશો આપ્યો હતો કે સૂરજપુરના કલેક્ટરે જે પ્રમાણે નવયુવક સાથે વ્યવહાર કર્યો હતો, એ નિંદનીય અને અત્યંત દુઃખદ છે. છત્તીસગઢમાં આ પ્રમાણેની ઘટનાને સહન કરવામાં નહીં આવે, અમે તાત્કાલિક ધોરણે રણવીર શર્માને પદ પરથી હટાવી દીધા છે. કોઈપણ સરકારી અધિકારી આ પ્રમાણે વર્તન દાખવી શકે નહીં.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!