આ ગુજરાતી દીકરી US આર્મીમાં બજાવી રહી છે ફરજ : ગુજરાતનું નામ પણ રોશન કર્યું

- Advertisement -
Share

ગુજરાતની વધુ એક યુવતીએ વિદેશમાં નામ રોશન કર્યું છે અને ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે. ખૂબ જ નાની ઉમરમાં USA આર્મીમાં જોડાઈને તેને એક નવી આશા ઉભી કરી છે. મહત્વનું છે કે મહિલાઓને ભારતમાં પણ લશ્કરમાં જોડાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ત્યારે લક્ષીતા સિંહ ચૌહાણે લોકો માટે પણ એક આઈડલ બની છે. USA આર્મીના ડ્રેસમાં અલગ અલગ તસવીરોમાં દેખાતી આ યુવતીને સપને ખ્યાલ નહતો કે તે USમાં જઈને આર્મીમાં જોડાશે.

[google_ad]

 

ખૂબ જ નાની ઉમરમાં તે ત્યાં જોડાઈ ગઈ અને તેને એક નવી મિશાલ ઉભી કરી છે.લક્ષીતા 18 વર્ષની હતી ત્યારે US ગઈ હતી અને 2017માં ગ્રીન કાર્ડ મેળવ્યા બાદ તેને આર્મીની પરીક્ષા આપી અને જેમાં તે પાસ થઈ ગઈ હતી. હાલ તે USAમાં કોપલ તરીકે ફરજ બજાવી રહી છે અને ટૂંક સમયમાં અન્ય પરીક્ષા પાસ કરી ઉચ્ચ અધિકારી બનવા પ્રયત્ન કરી રહી છે.

[google_ad]

 

 

વિગતવાર વાત કરીએ તો લક્ષીતા 12 સાયન્સ અમદાવાદમાં પાસ કર્યા બાદ 2015માં નર્સિંગ માટે USA ગઈ હતી અને ત્યારબાદ તેને મેડિકલથી લાગતી અભ્યાસ કરી રહી હતી અને જે તેને ન્યૂ જર્સીમાં કરી હતી.

[google_ad]

 

2017માં તેની પાસે ગ્રીન કાર્ડ આવી ગયા બાદ તેને USA આર્મીમાં જોડાવવા માટે અરજી કરી હતી અને તમામ પરીક્ષામાં પાસ થયા બાદ તેને શરૂઆતમાં ટ્રેનિંગ કરી અને હવે એડિસનમાં ફરજ બજાવી રહી છે.

[google_ad]

 

 

મળતી માહિતી પ્રમાણે, લક્ષીતાની જવાબદારી ઓટોમેટિક લોજિસ્ટિની છે. નોંધનીય વાત તો છે કે લક્ષીતા એવી પહેલી યુવતી હશે જે USA ગયા બાદ ત્યાં ગ્રીનકાર્ડ લીધા બાદ આવી રીતે આર્મીમાં જોડાઈ છે અને જે ખરેખર ગર્વની વાત છે અને ગુજરાતી યુવતીએ અશક્ય વસ્તુને શક્ય કરી બતાવ્યું છે.

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!