પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ છતાં જીપડાલામાં પશુઓ ભરીને શખ્સો હેરાફેરી કરે છે : ડીસામાં લમ્પી વાયરસ મામલે પ્રથમ પોલીસ મથકે ચાલક સામે ફરિયાદ નોંધાઇ

- Advertisement -
Share

પશુઓમાં ચાલતા લમ્પી વાયરસને અટકાવવા માટે પશુઓની હેરફેર કરવા પ્રતિબંધ કરેલ હોવા છતાં પશુની એક જીલ્લાથી બીજા જીલ્લામાં હેરફેર કરી ગુનો કરતાં ઇ.પી.કો. કલમ-188 મુજબ ધોરણસર કાર્યવાહી કરાઇ

 

બનાસકાંઠા જીલ્લામાં પશુઓમાં જોવા મળતાં લમ્પી વાયરસના સંક્રમણને અટકાવવા માટે જીલ્લા મેજીસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા પશુઓની હેરફેર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ જાહેરનામાની કડક અમલવારીના પગલે જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સુચના મુજબ ડીસા તાલુકા પોલીસ દ્વારા પશુઓની હેરફેર કરતાં શખ્સો સામે ફરિયાદ દાખલ કરીને

 

જાહેરનામાના ભંગ બદલ ઇ.પી.કો. કલમ-188 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બાબરભાઇ સાંકાભાઇ રબારી (ધંધો-ખેતી, રહે. જાખા, તા. સરસ્વતી, જી. પાટણ) વાળાએ પોતાના

 

કબ્જા-ભોગવટાના મહીન્દ્રા બોલેરો મેક્સી જીપડાલા નં. GJ-18-AT-1519 ના ચાલકે હાલમાં પશુઓમાં ફેલાયેલ લમ્પી વાયરસ ચાલતો હોઇ જેને અટકાવવા માટે પશુઓની હેરફેર કરવા પ્રતિબંધ કરેલ હોવા

 

છતાં પશુની એક જીલ્લાથી બીજા જીલ્લામાં હેરફેર કરતો ઝડપાઇ જઇ જીલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠાના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તેમની વિરૂધ્ધમાં ઇ.પી.કો. કલમ-188 મુજબ ધોરણસર કાર્યવાહી કરવા ડીસા તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરાઇ છે.

 

પોલીસ સ્ટાફના માણસો નવા ચેકપોસ્ટ નજીક લમ્પી સ્કીન વાયરસને લગતાં જાહેરનામાના અમલીકરણ માટે વાહન ચેકીંગમાં હતા.

 

તે દરમિયાન પાટણ તરફથી એક મહીન્દ્રા બોલેરો જીપડાલા નં. GJ-18-AT-1519 વાળા ડાલામાં એક શખ્સ ગાય ભરીને પાટણથી ડીસા તરફ લઇ જતો હોઇ જીલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું અમલમાં હોઇ જેમાં

 

હાલમાં પશુઓમાં લમ્પી વાયરસનું સંક્રમણ ચાલતું હોઇ આ બાબતે પશુઓની એક ગામથી બીજા ગામ કે બીજા તાલુકા કે જીલ્લા કે રાજ્યમાં હેરફેર કરવા પ્રતિબંધ મૂકેલ છે. જેથી આ બાબતે આ પશુની હેરફેર
બાબતે કોઇ સક્ષમ અધિકારીની પરવાનગી લીધેલ છે કે કેમ જેથી આ શખ્સ પાસે આવી કોઇ પરવાનગી લીધેલ ન હોઇ અને જાહેરનામાનો ભંગ કરેલ હોઇ તેમની સામે ફરિયાદ દાખલ કરાઇ છે તેમ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા જણાવાયું છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!