પાલનપુરના ભાગળમાં સરકારી જમીન પચાવી પાડનાર આરોપીઓને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલાયા અને મિલ્કત જપ્ત કરાઇ

Share

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મિલ્કત જપ્તીનો રાજ્યમાં પ્રથમ બનાવ બનાસકાંઠાના ભાગળમાં નોંધાયો : કલેકટર આનંદ પટેલ

 

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિર્ણાયક નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મૂકતો કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદો ભૂમાફીયાઓની શાન ઠેકાણે લાવવા માટે અકસીર ઇલાજ સાબિત થઇ રહ્યો છે. બનાસકાંઠા જીલ્લામાં કલેકટર આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓએ આ કાયદાના કડક અમલ માટે કમર કસી છે.

[google_ad]

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 હેઠળ મિલ્કત જપ્તીનો સમગ્ર રાજ્યમાં પ્રથમ બનાવ બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામમાં નોંધાયો છે તેમ બનાસકાંઠા જીલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું છે.

 

[google_ad]

આ બનાવની વિતગવાર માહિતી આપતાં બનાસકાંઠા જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક આર.કે.પટેલે જણાવ્યું હતું કે, પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020ની કલમ-4(3), 5(C), 6(1)(2) અને ઇ.પી.કો. કલમ-447, 34 મુજબનો ગુનો તા. 8 જાન્યુઆરી-2021ના રોજ દાણવાળી જગ્યાની તપાસ થયા બાદ બનાસકાંઠા કલેક્ટરના હુકમ મુજબ પાલનપુર તાલુકાના કાણોદર રેવન્યુ તલાટી મનિષાબેન ગોવિંદભાઇ શાહે ફરિયાદ દાખલ કરાવી હતી.

[google_ad]

જેમાં ભાગળ (જગાણા) ગામની શ્રી સરકાર સર્વે નં.06 જમીન હક્ક પત્રકની નોંધ નં. 142 તા.22/05/1056થી ગૌચર હેડે ચાલતી જમીનનો જૂનો સર્વે નં.133/1 હતો તે જગ્યામાં આરોપી જાવેદ ઉસ્માનભાઇ પટેલ અને અસદ ઉસ્માનભાઇ પટેલ (બંને રહે. ભાગળ, તા. પાલનપુર, જી. બનાસકાંઠા) એ સરકારી મિલ્કતના સર્વે નં. 6માં હે.આરે. 0-20-92 ચોરસ મીટર જગ્યામાં દબાણ કરી ગુનાના આરોપી નાસતા-ફરતા રહેતાં હોઇ પાંચમાં એડીશનલ એન્ડ ડીસ્ટ્રીક્ટ સેશન્સ જજ-પાલનપુરની કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ-70 હેઠળનું પકડ વોરંટ મેળવી આરોપીઓની શોધખોળ કરવા ગુજરાત રાજ્ય અને બીજા રાજ્યોમાં પ્રસિધ્ધી કરાવવા છતાં આરોપીઓ મળી આવ્યા નહીં અને ફરાર હતા.

 

[google_ad]

જેથી આરોપીઓને ગુનાના કામે પકડવા કોર્ટ તરફથી તા.22/06/2021ના રોજ ક્રીમીનલ પ્રોસીઝર કોડ કલમ-82 હેઠળનું જાહેરનામું બહાર પાડી આરોપીઓને જાહેરનામું પ્રસિધ્ધ થવા આપતાં ભાગળ (જ) ગામમાં માઇકથી જાહેરમાં એલાઉન્સ કરાવી અને ગામના જાહેર સ્થળો ગ્રામ પંચાયત, દૂધ ડેરી, ગામના નોટીસ બોર્ડ તથા લાઇબ્રેરી અને મસ્જીદ સામે તેમજ આરોપીઓના ઘરે તથા વિવિધ જગ્યાએ કોર્ટના જાહેરનામાંની પ્રસિધ્ધ કરાવવામાં આવી તેમ છતાં કોર્ટે આપેલ મુદ્દત દરમિયાન બંને આરોપીઓ હાજર થયા નહીં.

[google_ad]

આરોપી અસદ ઉસ્માનભાઇ પટેલ (રહે. ભાગળ) ને તા. 13 જુલાઇ-2021ના રોજ ઝડપી પાડી પાલનપુર મુકામે અટકાયત કરાઇ છે અને કોર્ટ સમક્ષ રજૂ કરતાં આરોપીને કોર્ટે પાલનપુર સબજેલમાં મોકલી આપ્યો છે. જે હાલ પાલનપુર સબજેલમાં છે. આરોપી જાવેદ ઉસ્માનભાઇ પટેલ સામે ક્રીમીનલ પ્રોસીઝર કોડ કલમ-82 મુજબની કાર્યવાહી પૂર્ણ કરાવવા છતાં હાજર ન રહી કોર્ટનો તિરસ્કાર કરતાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.કલમ-174(ક) મુજબનો ગુનો આરોપી સામે પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.આર. પટેલે દાખલ કરાવી છે.

 

[google_ad]

આરોપી જાવેદ ઉસ્માનભાઇ પટેલ (રહે. ભાગળ, તા. પાલનપુર, જી. બનાસકાંઠા)ને હાજર થવાની ફરજ પાડવા માટે જપ્તીનો હુકમ ક્રીમીનલ પ્રોસીઝર કોડ કલમ-83 હેઠળનું જાહેરનામું તા. 2 ઓગષ્ટ-2021ના રોજ પાંચમાં એડીશનલ એન્ડ ડીસ્ટ્રીક્ટ સેશન્સ જજ-પાલનપુર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

Advt

[google_ad]

જે જાહેરનામાંની બજવણી તા. 3 ઓગષ્ટ-2021ના રોજ આરોપી જાવેદ ઉસ્માનભાઇ પટેલ (રહે. ભાગળ, તા.પાલનપુર, જી. બનાસકાંઠા)ના ભાગળ ગામે આવેલ મિલ્કત મોજે-ભાગળ ગ્રામ પંચાયત નાઇ પંચાલવાસ મદ્રેસાની બાજુમાં આવેલ ખુલ્લો પ્લોટ નં. 103 અને મોજે-ભાગળ ગ્રામ પંચાયત ઘઘાવાસ ગામના ગોદરે સ્લેબવાળુ મકાન નં. 68ને પંચોએ રૂબરૂ સીલ કરાવ્યું હતું.

 

[google_ad]

નિયમ અનુસાર નોટીસ બોર્ડ ચોંટાડવામાં આવ્યા હતા તેમજ ખુલ્લો પ્લોટ નં. 103માં પણ પંચોએ રૂબરૂ નોટીસ બોર્ડ લગાવવામાં આવ્યા છે. આ સમગ્ર ગુનાની તપાસ પાલનપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ, તેમની ટીમ અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ઉમદા કાર્યવાહી કરી આરોપીની મિલ્કત કબજામાં લઇ પાંચમાં એડીશનલ એન્ડ ડીસ્ટ્રીક્ટ સેશન્સ જજ-પાલનપુર કોર્ટને રીપોર્ટ કરતાં કોર્ટે તા. 5 ઓગષ્ટ-2021ના મિલ્કતની ચાવી બનાસકાંઠા જીલ્લા મેજીસ્ટ્રેટ-પાલનપુરને સોંપવા હુકમ કર્યો છે.

 

[google_ad]

આરોપી જાવેદ ઉસ્માનભાઇ પટેલ નાસતો-ફરતો હોઇ તેને ટીમ દ્વારા તા. 4 ઓગષ્ટ-2021ના રોજ ઝડપી પાડી કોર્ટ સમક્ષ રજૂ કરતાં આરોપીને કોર્ટે પાલનપુર સબજેલમાં મોકલી આપ્યો છે. જે હાલ પાલનપુર સબજેલમાં છે. આમ, બંને આરોપીને ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી તેમણે પચાવી પાડેલ સરકારી મિલ્કતો કોર્ટના આદેશ અનુસાર તંત્ર દ્વારા સીલ કરવામાં આવતાં જમીન પચાવી પાડનારા ભૂમાફીયાઓ અને અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.

 

From – Banaskantha Update


Share