પાલનપુરની જી.ડી.મોદી કોલેજમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે બબાલ સર્જાઈ

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક ખાતે આવેલ જી.ડી મોદી કોલેજ ખાતે કોલેજના વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે બબાલ સર્જાતા કોલેજમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક પોલીસને જાણ કરાતા એલ.સી.બી એસ.ઓ.જી તેમજ પશ્ચિમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાસકાંઠા જિલ્લામાં ન જેવી બાબતે મારા મારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક ગણાતા પાલનપુર શહેર ખાતે આવેલ જી.ડી મોદી કોલેજમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે બબાલ સર્જાઇ હતી.

કોલેજમાં વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે બબાલ સર્જાતા કોલેજમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. તાત્કાલિક કોલેજના પ્રશાસન દ્વારા પોલીસને જાણ કરાતા એલ.સી.બી એસ.ઓ.જી તેમજ પછી પોલીસની ટીમ જી.ડી.મોદી કોલેજ ખાતે પહોંચી હતી અને સમગ્ર મામલો થાળે પડાયો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!