ડીસામાં ઉત્તર પોલીસે જીપમાંથી શંકાસ્પદ ઘી ઝડપ્યો

- Advertisement -
Share

 

ડીસા શહેરના વેપારી મથક ડૉકટર હાઉસ નજીક ગુરૂવારે પડેલી રાજસ્થાન પાર્સિંગની જીપમાંથી શંકાસ્પદ ઘી હોવાનું ડીસા શહેર ઉત્તર પોલીસને ધ્યાને આવતાં પોલીસે જીપ અને 6 ડબ્બા ઘી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેરની છાપ ડી ફોર ડુપ્લીકેટ તરીકે ઓળખાય છે. ડીસામાં ખાદ્ય ચીજ વસ્તુઓમાં મોટાપાયે ડુપ્લીકેટીંગ થાય છે અને રાજ્યની બહાર મોટાપાયે બ્રાન્ડેડ ઘી, તેલ, મરચું અને હળદરની હેરાફેરી પણ થઇ રહી છે.

 

 

મોડી રાત્રે ખાનગી લકઝરીના લગેજ બોક્સની અંદર બ્રાન્ડેડ કંપનીના ઘી અને તેલના ડબ્બા પણ બારોબાર મોકલવામાં આવતાં હોવાની બૂમરાડ ઉઠી છે.

 

 

ત્યારે ગુરૂવારે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ડીસા હાઇવે સ્થિત ડૉક્ટર હાઉસમાં આવેલ પાર્કીંગ ઝોનમાં 6 શંકાસ્પદ ઘીના ડબ્બા ભરેલી રાજસ્થાન પાર્સિંગની જીપ મળી આવી હતી.

 

 

જેમાં પોલીસે તપાસ હાથ ધરતાં સંસાર માર્કાના શંકાસ્પદ ઘીના ડબ્બા મળી આવ્યા હતા. જેથી ડીસા ઉત્તર પોલીસ દ્વારા રાજસ્થાનની જીપ સાથે મુદ્દામાલ જપ્ત કરી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

 

 

અને શંકાસ્પદ ઘીના સેમ્પલ લેવડાવવાની તજવીજ હાથ ધરાઇ હતી. જ્યારે શંકાસ્પદ ઘીના ડબ્બા મળી આવતાં ભેળસેળીયા તેલીયા રાજાઓમાં ફફડાટ ફેલાયો હતો.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!