ડીસાના જોરાપુરાના યુવા ખેડૂતએ ઓર્ગેનિક પદ્ધતિથી શક્કરટેટીનું વિપુલ ઉત્પાદન મેળવ્યું

- Advertisement -
Share

બટાટા નગરી ડીસા પંથકમાં ઉનાળુ સિઝનમાં શક્કરટેટી અને તડબૂચનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે પરંતુ રાસાયણિક ખાતર અને કેમિકલના કારણે કેન્સર જેવી ગંભીર બિમારીઓ ઊભી થાય છે ત્યારે ડીસાના જોરાપુરાના યુવા ખેડૂતએ ઓર્ગેનિક પદ્ધતિથી શક્કરટેટીનું વિપુલ ઉત્પાદન મેળવ્યું છે.

હાલ બજારમાં મળતા શક્કરટેટી અને તડબૂચમાં રાસાયણિક ખાતરો અને પેસ્ટીસાઈડ કેમિકલનો ઉપયોગ આડેધડ કરવામાં આવી રહ્યો છે જેના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી લોકોમાં ફેલાઇ રહી છે ત્યારે ડીસા તાલુકાના જોરાપુરા ગામના પ્રગતિશીલ અને યુવા ખેડૂત બાબુભાઈ ઠાકોર દ્વારા છેલ્લાં સાત વર્ષથી ઓર્ગેનિક પધ્ધતિથી શક્કરટેટી અને તડબૂચ સહિતનું વાવેતર કરી વિપુલ પ્રમાણમાં ઉત્પાદન મેળવી રહ્યાં છે.

યુવા ખેડૂત બાબુભાઈ ઠાકોરએ ખેડૂતોને એક વાર સત્યમ પ્રાકૃતિક ઓર્ગેનિક ફાર્મની મુલાકાત લઈ ઓર્ગેનિક પદ્ધતિથી કરવામાં આવતી ખેતી અંગે માહિતગાર બનીને ઓર્ગેનિક ખેતી કરવા માટે અપિલ કરવામાં આવી રહી છે અને કોઇ પણ રાસાયણીક ખાતર જંતુનાશક દવાઓ વગર પણ શક્કરટેટી અને તરબૂચની આટલી સરસ ખેટી થાય છે. એને તમારા ખેતરમાં પણ ધિમે ધીમે કેમિકલ રાસાયણિક ખાતરો ઓછા કરી ઑર્ગનિક ખેતી તરફ વળો જેથી આરોગનાર લોકો ગંભીર રોગોથી બચી શકે તેમ યુવા ખેડૂત બાબુભાઈ ઠાકોરએ જણાવ્યું હતું.

ડીસાના જોરાપુરા સ્થિત સત્યમ પ્રાકૃતિક ઓર્ગેનિક ફાર્મના બાબુભાઈ ઠાકોર છેલ્લાં સાત વર્ષથી પોતાના ખેતરમાં કોઇ કેમિકલ રાસાયણિક ખાતરો તેમજ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી તેમજ સંપૂર્ણ ઝેર મુક્ત ખેતી કરવામાં આવે છે. દેશી ગૌમાતાના ગોબર, ગૌમૂત્ર, દુધ, છાશ અને અલગ અલગ વનસ્પતિના અરક અને બન્ને ટાઈમ ખેતરમાં અગ્નિહોત્ર હવન પણ કરવામાં આવે છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!