4 રાજ્યોની ચૂંટણીમાં ભાજપ બહુમતીથી વિજેતા થતાં ડીસામાં ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો

- Advertisement -
Share

 

4 રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતી સાથે વિજય થતાં સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી કાર્યકરોનું મોં મીઠું કરાવી વિજય ઉત્સવ બનાવી રહ્યા છે.

 

 

ત્યારે બનાસકાંઠાના ડીસામાં પણ ગુરૂવારે ભાજપના કાર્યકરો દ્વારા ડીસાના સાંઇબાબા મંદિર આગળ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

 

 

તાજેતરમાં દેશના 5 રાજ્યોની ચૂંટણી પ્રક્રીયા પૂર્ણ થયા બાદ ગુરૂવારે 5 રાજ્યોની ચૂંટણીની મત ગણતરી શરૂ કરાઇ હતી.

 

 

સવારથી જ 5 રાજ્યો પૈકી પંજાબ છોડીને તમામ 4 રાજ્યમાં મણિપુર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગોવામાં ભાજપે પૂર્ણ બહુમતી સાથે પોતાની સત્તા હાંસલ કરી છે.

 

ત્યારે બીજી તરફ જ્યારે કોંગ્રેસ દેશની સૌથી મોટી પાર્ટી કહેવાથી હતી તે તેના 5 રાજ્યોમાં સુપડા સાફ થયા હતા. જ્યારે 4 રાજ્યોની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી મળતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.

 

ત્યારે ડીસાના સાંઇબાબા બગીચા સર્કલ નજીક ભાજપના જીલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી એકબીજાને મીઠાઇ ખવડાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

 

આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર, શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢિયાર, મહામંત્રી હકમાજી જોષી, રાકેશભાઇ પટેલ, ભાજપના વિવિધ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો, સમર્થકો અને કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!