રાજસ્થાન ડુંગરપુરની દંપતીની બેટી બચાવો યાત્રા ડીસા આવી પહોંચતા વિશેષ સન્માન કરાયું

- Advertisement -
Share

રાજસ્થાનનું દંપતિ ‘બેટી બચાવો-બેટી પઢાવો’ ના સૂત્રને સાર્થક કરવા ગુજરાત ખૂંદશે

રાજસ્થાન ડુંગરપુરનું દંપતી અને મ્યુન્સિપલ કાઉન્સિલર બ્રિજેશકુમાર સોમપુરા અને તેમના પત્ની નીતા સોમપુરા બેટી બચાવો-બેટી પઢાવો માટે ગુજરાતના 33 જીલ્લાઓના પ્રવાસે નીકળેલ છે.
જે ડીસા આવી પહોંચતા ધાન્ધાર મોઢ મોદી ડીસા રાજપુર પરિવાર દ્વારા ડુંગરપુર રાજસ્થાન ગુજરાતમાં બેટી બચાવો-બેટી પઢાવો જન જાગૃતિ અર્થે પધારેલ પરિવારનું વિશેષ સન્માન કરાયું હતું.
સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, પી.ટી. ઉષા, મધર ટેરેસા, ઇન્દિરા ગાંધી અને સાનિયા મિર્ઝા જેવી અનેક સ્ત્રીઓએ પોતાનું અનોખું નામ કરી ભારતના ઇતિહાસમાં સ્થાન પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધાર્યું છે પરંતુ ઘટતી જતી દીકરીની સમસ્યા એક ચિંતાનો વિષય બની ગયો છે.

 

આથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બેટી બચાવો-બેટી પઢાવોને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યોમાં જન જાગૃતિનું કાર્ય રાજ્ય સરકાર, વિવિધ સંસ્થાઓ અને સામાજીક સંગઠનો દ્વારા કરવામાં આવે છે.

 

જે લક્ષમાં ધ્યાન રાખીને આઝાદી કા અમૃત મહોત્સવમાં સહ ભાગીદારી બનવા માટે ડુંગરપુરના દંપતીએ ગુજરાતમાં બેટી બચાવો-બેટી પઢાવો જન જાગૃતિ યાત્રાનું સંદેશો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્માથી લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો.

 

આ અનોખી પહેલ માટે દંપતીઓ યાત્રા પોતાના ઇકો વાન ગાડી સાથે બેટી બચાવો-બેટી પઢાવો ચિત્ર પેન્ટીંગ, સ્લોગન સાથે નીકળેલ ડુંગરપુરના બ્રિજેશકુમાર સોમપુરા અને તેમના પત્ની નીતા સોમપુરા બેટી બચાવો-બેટી પઢાવો માટે ગુજરાતના તમામ જીલ્લાઓના પ્રવાસે નીકળેલા હતા.

 

તેમની આ યાત્રામાં 9 વર્ષની પુત્રી ક્રીમ અને 5 વર્ષનો પુત્ર અર્થ પણ તેમની સાથે છે. દંપતીએ ગુજરાતની મુલાકાત દરમિયાન 54 દિવસ સુધી રાજ્યના લગભગ 6,000 કિ.મી. અંતર કાપી પાટણથી શિહોરી, ભીલડી થઇને માલગઢની ગોગા ઢાંણી પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષભાઇ પ્રજાપતિ, શાળા

 

પરિવાર અને બાળકો દ્વારા આ પરિવારનો વિશેષ સન્માન કરાયું હતું. યાત્રા ડીસા આવી પહોંચતા ધાન્ધાર મોઢ મોદી રાજપુર પરિવારના સદસ્યો ચંદુભાઇ મોદી (એ.ટી.ડી.), અશ્વિનભાઇ મોદી, અજીતભાઇ મોદી,
વસંતભાઇ મોદી અને ભાવિકભાઇ મોદી દ્વારા બેટી બચાવો-દીકરી બચાવો પુસ્તક, દીકરી દેવો ભવ ચિત્ર મોમેન્ટો, પુષ્પગૃચ્છ અને શાલ ઓઢાડી વિશેષ સન્માન કરાયું હતું.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!