બનાસકાંઠાના ધાનેરામાં શ્રીનાથ સોસાયટીના બંધ મકાનમાંથી ધોળા દિવસે સાડા ચાર લાખ રૂપિયાના માલમત્તાની ચોરી થયાની ઘટના સામે આવી. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અજાણ્યા તસ્કરોની શોધખોળ હાથ ધરી.
ધાનેરાની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને ધાનેરાના રિલાયન્સ પેટ્રોલ પંપ પર નોકરી કરતા ભરત ઠાકોર ગઈ કાલે સવારે 10:00 વાગે નોકરીએ ગયા હતા. જ્યારે મોડી રાત્રે નોકરીથી પરત ઘરે આવતા પોતાનું ઘર તેમને વેરવિખેર જોવા મળ્યું હતું.
જેથી તેમણે આજુબાજુના લોકોને બોલાવ્યા અને ઘરની અંદર જઈ જોયું તો બંને તિજોરીઓનો તમામ સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો.
From – Banaskantha Update