દાંતીવાડા ડેમ 70 ટકા ભરાયો : નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા અને અધિકારીઓને એલર્ટ રહેવા સુચના અપાઇ

- Advertisement -
Share

ડેમમાં પાણીનો જથ્થો 70 ટકા એટલે કે જળ સપાટી 185.75 મીટર જે 593 ફૂટ નોંધાયું છે

બનાસકાંઠા જીલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ મૂડમાં જોવા મળી રહ્યું છે. જેમાં સિંચાઇ વિભાગ અને કલેક્ટર અધિકારીઓએ એલર્ટ રહેવા તાકીદ કરી છે.

દાંતીવાડા ડેમમાં અત્યારે પાણી વોર્નિગ સ્ટેજ પર છે. ત્યારે ડેમમાં 70 ટકા પાણી એટલે કે 593 ફૂટ પાણી પહોંચી ગયું છે.

 

ઉપરવાસમાં ભારે વરસાદ થાય તો ડેમના દરવાજા ખોલવાની શક્યતાઓ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા સુચના અપાઇ છે.
પાણી ભરાયું હોય તેવા રસ્તા ઉપરથી નદીમાં ન જવા લોકોને તાકીદ કરાઇ છે. નદી કાંઠાના વિસ્તારના લોકો સાવચેત રહેવા અને અધિકારીઓને એલર્ટ રહેવા એક પત્ર જાહેર કર્યો છે.

 

હાલમાં ચોમાસાની સિઝન ચાલુ હોય ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય તે સંદર્ભે દાંતીવાડા ડેમમાં મોર્નિંગ તા. 22 ઓગષ્ટથી દાંતીવાડામાં પાણીનો જથ્થો 70 ટકા એટલે કે જળ સપાટી 185.75 મીટર જે 593 ફૂટ નોંધાયું છે.

 

આગામી સમયના સ્ત્રાવક્ષેત્રમાં વરસાદને આધીને જળાશયમાં પાણીની સપાટી અને જથ્થો વધારવાની શક્યતા છે. જેથી ડીસા તાલુકાના સહીત બનાસ નદીના પટમાં આવતાં ગામોના લોકો નીચાણવાળા

 

વિસ્તારમાં ન જાય અને વરસાદી પાણી ભરાવાની સંભાવના હોય નીચાણવાળા વિસ્તારમાં આવેલા લોકોને સાવચેત રહેવા અને બિન જરૂરી પ્રવાસ ટાળવા વહીવટી તંત્રે વિનંતી કરી છે. રસ્તા ઉપરથી
ભયજનક રીતે પાણી પસાર થતું હોય તેવા સંજોગોમાં તે રસ્તો પસાર ન કરવા લોકોને જાગૃત કરવા વહીવટી તંત્રના અધિકારીઓને સુચન કર્યું છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!